લોકડાઉન પર બનેલી રાજકુમાર રાવની ફિલ્મ ‘ભીડ’નું ટ્રેલર યુટ્યુબ પરથી હટાવાયું

PC: youtube.com

હાલમાં જ અનુભવ સિંહાની ફિલ્મ ‘ભીડ’નું ટ્રેલર યુટ્યુબ પર રીલિઝ થયું હતું, પરંતુ અચાનક એ યુટ્યુબ પર મળી રહ્યું નથી. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મના ટ્રેલરને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ તેને જોઈ શકતું નથી. લોકોનું કહેવું છે કે, સાચી ઘટના પર આધારિત હોવાના કારણે તેની ખૂબ નિંદા થઈ રહી હતી. આ જ કારણ છે કે ટ્રેલર હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મની કહાની વર્ષ 2020માં કોરોના મહામારીના સમયના લોકડાઉન પર આધારિત છે. જ્યારે લોકોનું કામ બંધ થઈ ગયું હતું, જ્યારે મંજૂરો પોતાના ઘરોથી દૂર લાચાર રહેતા હતા. તેઓ કોઈક રીતે પોતાના ઘર કે પોતિકાઓ સુધી પહોંચવા માટે પગપાળા જ મુસાફરી કરી રહ્યા હતા. કમાણી માટે ગામથી શહેર આવેલા લોકો ઉનાળાના ભર બપોરે રસ્તાઓ પર નાના બાળકો અને વૃદ્ધો સાથે પગપાળા ચાલી રહ્યા હતા.

ફિલ્મનું ટ્રેલર રૂવાટા ઊભા કરી દેનારું હતું. જેની ખૂબ નિંદા પણ થઈ હતી. હવે જ્યારે લોકો તેને જોવા માગે છે તો આ ટ્રેલર શોધતાય મળી રહ્યું નથી. તેના પર લોકો ગુસ્સે ભરાઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે. અનુભવ સિંહાની ફિલ્મ ‘ભીડ’નું ટ્રેલર ગયા અઠવાડિયે જ રીલિઝ કરી દેવામાં આવ્યું હતું. ટ્રેલર રીલિઝ થયા બાદ શરૂઆતમાં જ વિવાદોની બૂ આવી ગઈ, થોડા આજ દિવસોમાં ટ્રેલરને યુટ્યુબ પર લાખો વ્યૂઝ મળ્યા, પરંતુ થોડા જ સમયમાં ટ્રેલરની લિન્ક યુટ્યુબ પરથી ગાયબ થઈ ગઈ છે.

સંદીપ મનુધાને ટ્વીટર પર લખ્યું કે, યુટ્યુબ ચેનલ પરથી ‘ભીડ’નું સત્તાવાર ટ્રેલર ક્યાં ગાયબ થઈ ગયું? કેમ? એક યુઝરે લખ્યું કે, એમ લાગી રહ્યું છે કે, કોઈ ખૂબ જ પાવરફૂલ વ્યક્તિ આ ફિલ્મથી નિરાશ છે. હું ખૂબ જ જલદી બૉયકોટ ગેંગ સક્રિય થવાની આશા રાખી રહ્યો છું. જો કે અત્યાર સુધી મેકર્સે કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

ફિલ્મની કહાની શું છે?

કોરોના મહામારી દરમિયાન લોકડાઉન અને તેને લાગૂ કર્યા બાદ પડેલા પ્રભાવને લઈને ઘણી વખત બહેસ થઈ ચૂકી છે. લોકડાઉનના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી હતી. લોકડાઉન નીતિને લઈને સરકારની ઘણી વખત નિંદા થઈ ચૂકી છે. ડિરેક્ટર અનુભવ સિંહાએ ફિલ્મ ‘ભીડ’માં એ સમયની તસવીરને એ જ પ્રકારે ચિત્રિત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp