એક્ટ્રેસ આકાંક્ષાએ હૉટલમાં ફાંસી લગાવીને કરી આત્મહત્યા

ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ બનારસની એક હૉટલમાં હત્યા કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં મોડલ અને એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આકાંક્ષા ભદોહી જનપદના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર પરસીપુરની રહેવાસી હતી. ભોજપુરી ઇન્ડસ્ટ્રીનો એ જાણીતો ચહેરો હતી. આકાંક્ષાએ ‘વીરો કે વીર’ અને ‘કસમ પૈદા કરને વાલે કી 2’માં કામ કર્યું હતું. આજે 26 માર્ચના રોજ જ ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે તેનું નવું સોંગ રીલિઝ થયું છે.
આ સોંગનું નામ ‘આરા કભી હારા નહીં’ છે. ફેન્સ માટે વિશ્વાસ કરવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે જે આકાંક્ષાને તેમણે આજે નવા સોંગમાં જોઈ તે હવે આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ આ પગલું કેમ ઉઠાવ્યું એ બાબતે અત્યાર સુધી જાણકારી મળી શકી નથી. આ સમાચાર આવ્યા બાદ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બધાને તેનાથી મોટો ઝટકો લાગ્યો છે. આકાંક્ષા 3 વર્ષની ઉંમરમાં માતા-પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી.
Bhojpuri actress #AkankshaDubey committed suicide in a hotel room in Varanasi. pic.twitter.com/uAKN8mI95e
— Palak Prakash (@palakprakash20) March 26, 2023
તેના માતા-પિતા તેને IPS અધિકારી બનાવવા માગતા હતા, પરંતુ તેનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું. બાળપણથી જ તેને ટી.વી. જોવાનું પસંદ હતું. આ પેશનને ફોલો કર્યા બાદ ફિલ્મી દુનિયામાં આવી. મુંબઇમાં અભ્યાસ કર્યા બાદ આકાંક્ષાએ પોતાનું કરિયર ફિલ્મોમાં શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, તેમની સખી પુષ્પાંજલિ પાંડેએ તેમાં તેની મદદ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, 17 વર્ષની ઉંમરમાં આકાંક્ષા દુબેએ ભોજપુરી સિનેમામાં પગલું ઉઠાવીને રાખ્યું હતું. અહીં તેણે ડિરેક્ટર કાશી તિવારી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું.
જો કે, તેને ઘણી વખત રિજેક્શનનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારબાદ તેણે ફિલ્મી પરદાથી દૂરી બનાવી લીધી. તેણે કહ્યું હતું કે, નવા આર્ટિસ્ટને નવાની જેં ટ્રીટ કરવામાં આવતા નથી. તેના કારણે લોકોનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. આકાંક્ષાએ ફિલ્મોમાં વાપસી કરવાનો શ્રેય પોતાની માતાને આપ્યો હતો.
તેણે કહ્યું હતું કે, મુશ્કેલ સમયમાં તેની માતાએ તેને સપોર્ટ કર્યો. ફિલ્મો સિવાય કેટલાક શાનદાર સોંગના મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2021માં આવેલું સોંગ ‘તુમ જવાન હમ લાઈકા’નું બ્લોકબસ્ટર હિટ સાબિત થયું હતું. તેણે ખેસારી લાલ યાદવ સાથે ‘નાચ કે માલકિની’ વીડિયોમાં પણ કામ કર્યું હતું. તેના બ્લોકબસ્ટર સોંગમાં ‘ભુઅરી’, ‘કાશી હિલે પટના હિલે’, ‘નમરિયા કમરિયા મેં ખોસ દેબ’ સામેલ છે. આકાંક્ષા જેવી ટેલેન્ટેડ એક્ટ્રેસનું આમ જતું રહવું ફેન્સ માટે ખૂબ દુઃખની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp