26th January selfie contest

એક્ટ્રેસનો ફેમસ એક્ટર પર આરોપ, કહ્યું- કામના બદલામાં કોમ્પ્રોમાઈઝની કરી વાત

PC: asianetnews.com

ભોજપુરી સિનેમાના સુપસ્ટાર મનાતા પવન સિંહ પર એક્ટ્રેસ યામિની સિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યામિની સિંહે કહ્યું હતું કે, તે તેની સાથે કામ કરવા નથી માંગતી. કારણ કે, તેની ફિલ્મોમાં એક્ટ્રેસને સ્પેસ નથી મળતો. પરંતુ, હાલમાં જ આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં યામિનીએ ખુલાસો કર્યો કે, અસલમાં પવનની સાથે કામ ના કરવાનું કારણ કંઈક બીજુ જ છે. યામિનીએ જણાવ્યું કે, એક્ટરે એકવાર તેની સાથે કોમ્પ્રોમાઈઝ કરવાની વાત કહી હતી. યામિનીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પવન અને પોતાની વચ્ચે ખટાશના અસલી કારણનો ખુલાસો કર્યો. યામિનીએ ક્લિયર કરતા કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં એ વાત ફેલાયેલી છે કે, તેમણે મને કામ અપાવ્યું હતું. જે એકદમ ખોટું છે. મારી પહેલી ફિલ્મ ‘બોસ’ મને ડાયરેક્ટર અરવિંદ ચૌબેએ ઓફર કરી હતી. હું એ પણ જણાવી દઉં કે, આ ફિલ્મમાંથી કોઈએ મને કાઢી નહોતી, પરંતુ મેં પોતે તે ફિલ્મ છોડી હતી.

તેમજ, યામિનીએ પવન સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે, હું પહેલા એ જ જાણતી હતી કે પવન ખૂબ જ સારા છે અને સારું કામ કરે છે. તેમનું સિંગિંગ મને પસંદ હતું. સેટ પર જ્યારે અમે પહેલીવાર મળ્યા તો મેં તેમના વખાણ કર્યા. ત્યાં સુધી હું તેમની અસલિયત જાણતી નહોતી. હું હવે તેમના ફેન્સને પૂછવા માંગુ છું કે, તેમની મમ્મી, બહેન, પત્ની અને દીકરીને કોઈ ખોટું કામ કરવાનું કહે તો ત્યારે પણ તમે તે વ્યક્તિના ભક્ત બનીને રહેશો?

યામિનીએ કહ્યું- પવન સિંહે મને કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહ્યું, તે દિવસે મેં પ્રણ લીધો હતો કે હું આ ઈન્ડસ્ટ્રીમાં રહીશ અને સામે રહીશ, બધા સાથે કામ કરીશ, પરંતુ તેમની સાથે કામ નહીં કરીશ. જો મારે ખોટું કામ કરવું હોય તો હું હોલિવુડ ના જાઉં, ખોટું કરીને આગળ વધી જાઉં. કોમ્પ્રોમાઈઝ કરવાની વાત પર યામિનીએ જણાવ્યું કે, તે કોઈ ફિલ્મ સીન નહોતો, તે કંઈ અલગ પ્રકારની જ વાત હતી.

યામિનીએ જણાવ્યું કે, કઈ રીતે તેણે ફિલ્મ ‘બોસ’ દરમિયાન ખરાબ અને વિચિત્ર વલણનો સામનો કરવો પડ્યો હતો. યામિનીએ કહ્યું, મને રાત્રે આશરે 9 વાગ્યે ફોન આવ્યો કે ઓટો પકડ અને સ્ટુડિયો આવી જા. મેં કહ્યું આ સમયે, તો ત્યાંથી જવાબ આવે છે ફિલ્મ નથી કરવી? તેના પર યામિની પૂછે છે, આ જ રીતે પવન સિંહ સાથે પણ વાત કરો છો? તો ત્યાંથી જવાબ આવે છે તે સુપરસ્ટાર છે. તો મેં પણ પોતાને સુપરસ્ટાર કહીને ફોન કાપી નાંખ્યો અને ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી.

યામિની હાલ ખેસારી લાલ યાદવ સાથે ઘણા પ્રોજેક્ટ્સ કરી રહી છે. તેમજ તેમના સંબંધ પર પણ ઘણા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ખેસારી વિશે વાત કરતા યામિનીએ કહ્યું, જુઓ... એક ખૂબ જ નાની વાત છે કે સલમાન ખાનને લોકોએ કહ્યું કે તે કેટરિના કેફને કામ આપી રહ્યા છે અને તેને સુપરસ્ટાર બનાવી દીધી. તેના પર સલમાને કહ્યું કે, જો હું સુપરસ્ટાર બનનારાઓના ટાઈપનો હોત તો સૌથી પહેલા પોતાના બે ભાઈઓને સુપરસ્ટાર બનાવતે. એ જ સેમ વાત ખેસારી કહે છે. મને ઘણા લોકો ખેસારીની ચમચી કહે છે પરંતુ, હું એ વિરોધીઓને જણાવવા માંગુ છું કે, હું ચમચી નથી કારણ કે, હું સત્યને સત્ય બોલી શકું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp