ભૂમિએ ઉઠાવ્યું હતું તેની પહેલી ફિલ્મમાં મોટું જોખમ

PC: twitter.com

18 જુલાઈ,1989માં જન્મેલી ભૂમિએ બાળપણમાં દુઃખોનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે 2011માં તેના પિતા સતીશ પેડનેકરનું ઓરલ કેન્સરથી મોત થઈ ગયું હતું. ભૂમિ જ્યારે 15 વર્ષની હતી ત્યારે જ તેના માતાપિતાએ તેને એક્ટિંગ સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દીધુ હતું. પરંતુ ભૂમિની એક ભૂલના કારણે બધું મહેનત પર પાણી ફરી ગયું હતું.

 

રિપોર્ટ અનુસાર ભૂમિની સ્કૂલમાં હાજરી ખૂબ જ ઓછી હતી,જેના કારણે સ્કૂલમાંથી તેની છુટ્ટી કરી દેવામાં આવી હતી. માતાપિતાએ સ્કૂલમાં એડમિશન કરાવવા માટે એજ્યુકેશન લૉન પણ લીધી હતી.

ત્યારબાદ ભૂમિએ યશરાજ ફિલ્મ્સ સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું, અને તેનાથી થતી કમાણીથી લૉન ચૂકવી હતી. ભૂમિ માત્ર ફિલ્મોમાં એક મોકો મેળવવા ઈચ્છતી હતી, જેથી તે પોતાનો અભિનય કૌશલ્ય બતાવી શકે. 2015માં તેને યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ દમ લગા કે હઇસામાં કામ કરવાનો મોકો મળ્યો હતો. તેને હજારો છોકરીઓ વચ્ચે ઓડીશનના માધ્યમથી પસંદ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ભૂમિએ પાછળ ફરીને નથી જોયું.

હેરાનીની વાત એ છે કે ભૂમિ તેની પહેલી ડેબ્યુ ફિલ્મમાં જ જોખમ લેવામાં બિલકુલ ગભરાઈ ન હતી, અને તેણે મેકર્સના કહેવા પર 12 કિલો વજન વધારી 92 કિલો કરી દીધો હતો. ફિલ્મમાં ભૂમિના કામના ખૂબ જ વખાણ થયા હતા, અને તેને બોલિવુડમાં હવે સીધેસીધી લેવામાં આવે છે.

ભૂમિએ કઈક હટકે ફિલ્મ કરવા માટે જાણવામાં આવે છે. તેની વધારે ફિલ્મ જેવી કે ટોઇલેટ એક પ્રેમકથા, બાલા, શુભ મંગલ સાવધાન વગેરે ફિલ્મ સામાજિક મુદ્દાને ઉઠાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp