એમસી સ્ટેનના બિગ બોસ 16ના વિનર બનતા જ ટ્વીટર પર ટ્રેન્ડ થયુ #Biased, થયો વિરોધ

PC: khabarchhe.com

એમ સી સ્ટેન બિગ બોસ 16 જીતી ગયો છે. એમ સી સ્ટેને શિવ ઠાકરેને હરાવીને બિગ બોસ 16ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ત્રીજા નંબર પર પ્રિયંકા ચાહર ચૌધરી રહી જ્યારે ચોથા નંબર પર અર્ચના ગૌતમ અને પાંચમાં નંબર પર શાલીન ભનોટ રહ્યો. પરંતુ, સોશિયલ મીડિયા પર હંમેશાંની જેમ આ વખતે પણ વિજેતાને લઈને ઘણા પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર તો #Biased જ ટ્રેન્ડ કરવા લાગ્યુ છે.

મોટાભાગે હંમેશાં જ ફેન્સ આવુ કરે પણ છે જ્યારે તેમની પસંદનો ખેલાડી બિગ બોસ નથી જીતી શકતો. પરંતુ, એમ સી સ્ટેનનો જબરજસ્ત ફેન બેઝ જણાવવામાં આવી રહ્યો છે, જેના દમ પર તે બિગ બોસ જીતવામાં સફળ રહ્યો છે.

બિગ બોસ શરૂ થયુ ત્યારથી એવુ માનવામાં આવી રહ્યું હતું કે, પ્રિયંકા ચાહર ચૌધરી અને શિવ ઠાકરેમાંથી કોઈ એક બિગ બોસ 16 જીતી શકે છે કારણ કે, આખી સિઝનમાં તેમણે જોરદાર ગેમ રમી હતી. જ્યારે, બીજી તરફ એમ સી સ્ટેન માત્ર પોતાના ફેન બેઝના દમ પર આગળ વધતો રહ્યો. એક સમયે એવુ પણ કહેવામાં આવી રહ્યું હતું કે, તે માત્ર મંડલીના દમ પર જ રમે છે.

એટલું જ નહીં, ઘણા અવસરો પર તે એક અનિચ્છુક કન્ટેસ્ટન્ટ તરીકે પણ દેખાયો. ઘણીવાર તે શો છોડીને જવાની ધમકી પણ આપતો રહ્યો હતો. પરંતુ, અંતમાં તે શોને જીતવામાં સફળ રહ્યો છે. એમ સી સ્ટેનના શો જીત્યા બાદથી જ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યા છે.

ઘણા ફેન્સ તો કલર્સ ટીવી પર જ પક્ષપાત ભર્યું વલણ અપનાવવાનો આરોપ લગાવી રહ્યા છે અને એમ સી સ્ટેનને બિગ બોસના ઈતિહાસનો સૌથી વધુ અયોગ્ય વિજેતા પણ જણાવવામાં આવી રહ્યો છે.

તેમજ, એક ફેને અગાઉની સિઝન એટલે કે બિગ બોસ 15ના પ્રતીક સહજપાલ અને આ સિઝનની પ્રિયંકા ચાહર ચૌધરીના ફોટા સાથે રાખીને પોતાની વાત રજૂ કરી છે અને આ બંને કન્ટેસ્ટન્ટને જીતના સૌથી વધુ યોગ્ય દાવેદાર ગણાવ્યા હતા.

આ રીતે સોશિયલ મીડિયા પર ફેન્સના ઢગલાબંધ રિએક્શન્સ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp