અબ્દુ રોજિક ફિનાલે પહેલા છોડશે Bigg Boss 16! જાણો કારણ
Bigg Bossના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મળી રહી છે કે સૌનો ચાહિતો અબ્દુ રોજિક શૉને અલવિદા કહેવાનો છે. અબ્દુ રોજિકના ફેન્સ આ સમાચાર સાંભળીને જરૂર શોક્ડ થઇ જશે. જો કે, આ સમાચારમાં કેટલી હકીકત છે એ અમે પુષ્ટિ કરતા નથી. Bigg Bossના ફેન ક્લબ પર અબ્દુ રોજિકના રિયાલિટી શૉને ગુડબાય કહેવા સમાચાર આગની જેમ ફેલાઇ રહી છે.
ફેન ક્લબનો દાવો છે કે, અબ્દુ રોજિક 12 જાન્યુઆરીના રોજ Bigg Boss હાઉસ છોડી દેશે. એમ તે પોતાના વર્ક કમિટમેન્ટના કારણે કરી રહ્યો છે કેમ કે શૉ એક્સટેન્ડ થયો છે. હવે ફેબ્રુઆરીમાં Bigg Boss 16નું ફિનાલે થશે. એવામાં અબ્દુ રોજિકે પહેલાથી કેટલાક વર્ક કમિટમેન્ટ કર્યા હતા. જેને તેના માટે પૂરા કરવા જરૂરી છે. અબ્દુ રોજિકની આ Bigg Bossમાં આ અંતિમ વિદાઇ થશે. અબ્દુ રોજિકને Bigg Bossથી લેવા કોઇ સ્પેશિયલ આવશે.
ત્યારબાદ તેની Bigg Bossની સુંદર જર્ની હંમેશાં માટે સમાપ્ત થઇ જશે. હકીકતમાં અબ્દુ રોજિકના ફેન્સ તેની સાથે જોડાયેલા આ સમાચાર જાણીને શોક્ડ થયા હશે. અબ્દુ રોજિકની સફળતા અને સ્ટારડમ જોઇને તેના ફેન્સ ખુશ છે. 19 વર્ષની ઉંમરમાં અબ્દુ રોજિક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે. તજાકિસ્તાનનો આ સિંગર વર્લ્ડ ફેમસ થઇ ગયો છે. ભારતમાં તો અબ્દુ રોજિકની દીવાનગી ફેન્સના માથે ચડીને બોલે છે.
અબ્દુ રોજિક જ્યારથી Bigg Boss 16નો હિસ્સો બન્યો છે, તેને ચાહનારાઓની સંખ્યા વધી ગઇ છે. અબ્દુ રોજિકની ક્યૂટનેસ પર છોકરીઓ પ્રેમ કરી બેસે છે. 19 વર્ષની ઉંમરમાં જેટલી સમજદારીની વાતો અબ્દુ રોજિક કરે છે તે લોકોને ઇમ્પ્રેસ કરે છે. અબ્દુ રોજિક માસૂમિયત, સિંગિંગ અને મિલિયન ડૉલર સ્માઇલની દુનિયા દીવાની થઇ ગઇ છે. જો હકીકતમાં અબ્દુ રોજિક Bigg Bossને અલવિદા કહ્યું તો લોકો તેને ખૂબ મિસ કરવાના છે.
અબ્દુ રોજિકનો ચાર્મ જ કંઇક એવો છે કે લોકો તેને મિસ કર્યા વિના રહી પણ નહીં શકે. Bigg Bossમાં અબ્દુ રોજિક બે વખત કેપ્ટન બન્યો. પોતાની કેપ્ટન્સીમાં તેણે સાબિત કર્યું કે તે ઘરને મેનેજ કરવાનું જાણે છે. અબ્દુ રોજિકની શૉમાં સાજિદ ખાન, એમ.સી. સ્ટેન, શિવ ઠાકરે, નિમ્રત કૌર અહલૂવાલિયા, સુબૂલ તૌકીર ખાન સાથે સારી મિત્રતા થઇ. નિમ્રતને અબ્દુ રોજિક પસંદ કરવા લાગ્યો હતો, પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે પહેલાથી રિલેશનશિપમાં છે તો અબ્દુ રોજિકે સમજદારી દેખાડતા દૂરી બનાવવું સારું સમજ્યું. Bigg Bossની ઘણી સીઝન આવશે અને જશે, પરંતુ અબ્દુ રોજિક જેવો ન પહેલા કોઇ હતો અને નહીં આગળ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp