બિગ બોસ ફેમ પ્રિયંકા પર ડિઝાઇનરે લગાવ્યો કપડાં ચોરવાનો આરોપ! જાણો શું છે મામલો

PC: jagran.com

બિગ બોસ 16 ફેમ અને એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરીનું નામ સાંભળતા જ સૌને તેની દમદાર ગેમ અને બિંદાસ અંદાજ યાદ આવી જાય છે. એક્ટ્રેસ બિગ બોસમાં પોતાની ગેમના કારણે ખૂબ જ ચર્ચામાં રહી છે. પ્રિયંકા ચૌધરીનું નામ તેના ફ્રેન્ડ અને બિગ બોસ 16ના કન્ટેસ્ટન્ટ અંકિત ગુપ્તા સાથે જોડવામાં આવી ચુક્યુ છે. જણાવી દઈએ કે, બંનેએ પહેલા જ એ વાતનો ખુલાસો કરી દીધો હતો કે તે બંને ખૂબ જ સારા ફ્રેન્ડ્સ છે અને હંમેશાં સાથે રહેશે.

પ્રિયંકા ચૌધરીએ બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ લાઇમલાઇટ મેળવી છે. જોકે, તેના પર આવેલી નવી મુસીબતના કારણે તે ફરી લાઇમલાઇટમાં આવી ગઈ છે. પ્રિયંકા પર ડિઝાઇનર ઇશિતા ગુપ્તાએ ચોરીનો આરોપ લગાવ્યો છે. ડિઝાઇનરનું કહેવુ છે કે, પ્રિયંકા ચૌધરીએ તેના કપડાં ચોર્યા અને સ્ટાઇલ કોપી કરી છે. ડિઝાઇનર ઇશિતાએ માત્ર આરોપ જ નથી લગાવ્યો, પરંતુ એક્ટ્રેસ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે.

સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરી ડિઝાઇનર ઇશિતા ગુપ્તાએ એક્ટ્રેસ પર કપડાં ચોરવાનો આરોવ લગાવતા લાંબી ટ્વીટ કરી દીધી છે, જેને વાંચ્યા બાદ તમારા પણ હોશ ઉડી જશે. એટલું જ નહીં, ઇશિતાએ પ્રિયંકાને ઓબ્સેસ્ડ લેડી પણ કહી છે.

એક પછી એક ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઇશિતા ગુપ્તાએ એક્ટ્રેસ પર આરોપો લગાવ્યા છે. ઇશિતાએ એક્ટ્રેસને ઓબ્સેસ્ડ લેડી ગણાવી. તેનું કહેવુ છે કે, પ્રિયંકા ચાહર ચૌધરીની પીઆર ટીમ સાઇકોટિક છે. ડિઝાઇનરનો આરોપ છે કે, તેને હેરાન કરવામાં આવી. એટલું જ નહીં, તેના 30 હજાર પાઉન્ડ્સ ઇન્ડિયન કરન્સીમાં આશરે 31 લાખ કિંમતના કપડાં ચોરવામાં આવ્યા. ઇશિતા ગુપ્તાની પોસ્ટ્સનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ડિઝાઇનરે ટ્વીટમાં લખ્યું છે- એમ જ માંગી લેતે તો હું આપી દેતે ઓટોમેટિકલી, પૂછ્યા વિના કપડાં લેવા અને ચોરી ના કરવી જોઈએ. પરંતુ, દરેક વાત પર પીઆર કરવું ખોટી વાત છે. પોતે પીઆર બનાવવાનો પ્રયત્ન કરો. અત્યારસુધી એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરી અને તેની ટીમની તરફથી આ મામલા પર કોઈ જવાબ નથી આવ્યો. જોઈએ આ વાત પર પ્રિયંકા ચૌધરી શું જવાબ આપે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચાહર ચૌધરીએ સલમાન ખાનના બિગ બોસ 16 શો બાદથી લઈને હજુ સુધી પોતાના આવનારા પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત નથી કરી. તે ખતરો કે ખિલાડી 13 નો હિસ્સો બનવાની હતી પરંતુ, હજુ સુધી તેની કોઈ પુષ્ટિ નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp