
બિગ બોસ 15 ફેમ વિશાલ કોટિયન પોતાના ટાઈટ શિડ્યુલ પછી પણ પોતાનું વર્કઆઉટ રૂટીન ઘણું સારું રાખે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત વિશાલ કોટિયન પોતાના શર્ટલેસ ફોટા શેર કરે છે. આ ફોટામાં તેની એકમાત્ર વસ્તુ નજરે પડે છે. એ છે તેના 6 પેક્સ એબ અને ફિટ-ટોન્ડ બોડી. ફેન્સ તેની પરફોક્ટ બોડીને જોઈ ઘણા ઈમ્પ્રેસ પણ થાય છે. વિશાલ કોટિયન ક્યારેય પણ પોતાની બોડીને ફ્લોન્ટ કરવામાં પાછળ પડતો નથી. તે પોતાના 6 પેક એબ્સને કંઈક એવી રીતે ફ્લોન્ટ કરે છે કે મહિલા ફેન્સ તો ઘાયલ જ થઈ જાય છે.
ગયા વર્ષે વિશાલ કોટિયને એક ચેલેન્જ લીધી હતી. તે પોતાની બોડીને આ રીતે જ બનાવી રાખશે અને મસલ્સ પણ ગેઈન કરશે. પરંતુ કહેવાય છે ને કે કંઈ પણ સરળતાથી માણસને મળી શકતું નથી. વિશાલ કોટિયને વર્કઆઉટ રૂટીનનું ધ્યાન રાખતા પોતાની ડાયેટને પણ ઘણું મેઈનટેન કર્યું છે. 6 પેક્સ એબ બનાવી રાખવા માટે વિશાલ કોટિયન ઘણું સ્ટ્રીક્ટ ડાયેટ ફોલો કરે છે. ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં વિશાલે કહ્યું હતું કે, મારા માટે ફિટનેસ લાઈફ છે. ઘણી યંગ એજથી હું તેને ફોલો કરું છું. કરાટેમાં મારી પાસે બ્લેક બેલ્ટ છે.
9 વર્ષની ઉંમરથી હું કરાટે શીખી રહ્યો છું. તેના પછી વેઈટ ટ્રેનિંગ શરૂ કરી, જીમ જવાનું શરૂ કર્યું, જ્યારે હું માત્ર 16 વર્ષનો હતો. આજે મારા માટે આ રોજનું રૂટીન બની ગયું છે. 24 કલાકમાં થી તમારે ફિટનેસ માટે માત્ર 1 કલાક આપવાનો છે. મારા માટે ફિટનેસ ઘણી સામાન્ય વસ્તુ છે. તે મારા રોજના કામનો હિસ્સો છે. હું દરરોજ અલગ અલગ કસરત કરું છું. આ સિવાય હું 16 કલાકનું ઈન્ટરમિટન્ટ ફાસ્ટીંગ પણ કરું છું.મારા માટે યોગ્ય ખાવાનું અને ટ્રેનિંગ એક જ છે.હું મારી બોડીને જોઈતા પ્રમાણમાં કેલરી કાઉન્ટ કરીને ખાવાનું ખાઉં છું. હું બધું જ ખાવ છું અને મને ઘરનું ખાવાનું વધારે પસંદ છે.
હું ડાયેટમાં એગ્સ, ફિશ અને ચિકન ખાવ છું. સપ્લીમેન્ટ્સ પણ લઉં છું. બોડીને પ્રોટીનની જરૂર હોય છે, તેવામાં હું 150 ગ્રામ પ્રોટીન લઉં છું. 77 કિલો વજન છે અને બેઘણું પ્રોટીન લે છે. સાંજના 7 વાગ્યા પછી તે કંઈ પણ ખાતો નથી. અને સવારના 11 પહેલા પણ કંઈ ખાતો નથી. 16 કલાકનો ગેપ વિશાલના ડાયેટમાં રહે છે. બાકીના 8 કલાકમાં તે ઘણા નાના નાના મિલ્સ લેવાનું પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp