બ્લેક ડ્રેસમાં અભિનેત્રીઓનો ગ્લેમરસ લૂક, જોઈને કહો કોણ છે બેસ્ટ

ઈવેન્ટ અને પાર્ટીમાં ઘણી વખત બોલિવુડ એક્ટ્રેસને બ્લેક આઉટફીટમાં જોવામાં આવે છે. આ એક્ટ્રેસ બ્લેક કલરનો ડ્રેસ એટલો સારી રીતે પહેરે છે કે તેને નાપસંદ કરનારા લોકોને પણ તેને પસંદ કરવા લાગે છે. વાત જ્યારે બોલિવુડ એક્ટ્રેસેસ અને બ્લેક કલર પર થાય છે તો  તેની પર થોડી ડિટેલમાં વાત કરીએ. બોલિવુડની અભિનેત્રીઓની સાથે સામાન્ય લોકોમાં પણ કાળા રંગ ઘણો પસંદ હોય છે.

હાલમાં જ મુંબઈમાં પિંકવિલાની પાર્ટીમાં સારા અલી ખાનને બ્લેક કલરના હાઈ થાઈ સ્લિટ ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવામાં આવી હતી. બ્લેક કલરની ડ્રેસમાં સારા એકદમ સુંદર અને આત્મવિશ્વાસું જોવા મળી હતી. આ ડ્રેસમાં સારાના ફેન્સ તેને જોતા જ દિલ દઈ બેઠા હતા.

સારા અલી ખાન સિવાય જ્હાન્વી કપૂર પણ બ્લેક કલરના કટ-આઉટ ડ્રેસમાં જ્હાન્વી કપૂર પણ પોતાનો જલવો દેખાડી ચૂકી છે. બ્લેક કટ આઉટ ડ્રેસમાં જ્હાન્વી સ્ટનિંગ લૂકથી ઘણી એક્ટ્રેસિસને ટક્કર આપતી જોવા મળી હતી.

બોલિવુડ થી હોલિવુડ સુધી પોતાની સફળતાની પરચો લહેરાવનારી પ્રિયંકા જે કંઈ પણ પહેરે છે, તેને ફેશન બનાવી દે છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા પેરિસમાં આયોજિત એક ઈવેન્ટમાં બ્લેક એન્ડ વ્હાઈટ રફલ ડ્રેસમાં સૌનૈ દિલને ઘાયલ કરતી જોવા મળી હતી. આ ડ્રેસમાં તેની ટોન્ડ બોડી ઘણી સુંદર લાગી રહી હતી અને તેના આ ડ્રેસની લોકો ઘણી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. પહેલી વખત નથી કે પ્રિયંકા તેના ડ્રેસના કારણે લોકોમાં ચર્ચાનું કારણ બની હોય. આ પહેલા પણ નીક સાથેની પહેલી વખત જાહેરમાં મિટ ગાલામાં જોવા મળી હતી અને તે વખતના તેના ડ્રેસ પર ઘણા મિમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.

અનુષ્કા શર્મા બોલિવુડની એક એક્ટ્રેસમાંથી છે જે પોતાના કમ્ફર્ટના હિસાબે પોતાના આઉટફીટ નક્કી કરે છે. જેને તે ઘણી સુંદર રીતે કેરી કરતી જોવા મળે છે. હાલમાં જ કરણ જોહરની 50મી વર્ષગાંઠની પાર્ટીમાં અનુષ્કા બ્લેક કલરના ડ્રેસમાં ઘણી સેક્સી લાગી રહી હતી. તેના આ બોડી ફીટ ડ્રેસમાં આગળની તરફ રાઉન્ડ શેપનો કટ હતો, જેનાથી તેનો ડ્રેસ વધારે સ્ટાઈલિશ લાગી રહ્યો હતો.

દીપિકા પાદુકોણ પણ બોલિવુડની ફેશનીસ્ટા એક્ટ્રેસિસમાંની એક છે. બાકીની એભિનેત્રીઓની જેમ તે પણ બ્લેક કલરના ડ્રેસમાં લોકો પર પોતાનો જાદુ વીખેરી ચૂકી છે. દીપિકાને બ્લેક ડ્રેસમાં જોયા પછી એવો જ કોઈ હશે જેણે તેને ઈન્ગોર કરી હશે.

ટીવી એક્ટ્રેસ હિના ખાન પણ ફેશ આઈકોન બની ચૂકી છે. હાલમાં જ યોજાયેલી એક ઈવેન્ટમાં હિના ખાના બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસ પહેરીને આવેલી જોવા મળી હતી. બ્લેક ડ્રેસની સાથે તેણે ગળામાં માત્ર એક નેકપીસ પહેર્યું હતું. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.