4 નેશનલ એવોર્ડ વિનર આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઇએ ફાંસો ખાધો,આર્થિક મુશ્કેલીમાં હતા

હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, જોધા અકબર, લગાન, પ્રેમ રતન ધન રાયો જેવી બોલિવુડની અનેક ફિલ્મોના અફલાતુન સેટ બનાવવા માટે જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઇએ પોતાના સ્ટુડીયોમાં આપઘાત કરી લેવાના સમાચારે બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. પોતાની વર્ષગાંઠના 4 દિવસ પહેલાં જ નિતિન દેસાઇએ આત્યાંતિક પગલું ભરીને બધાને ચોંકાવી દીધા છે. દેસાઇ છેલ્લાં ઘણા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નિતિન દેસાઇ તેમના સેટ બનાવવા માટે માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરમાં મશહુર હતા.

હિન્દી સિનેમા જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે સવારે મુંબઈના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી. નીતિન એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, આર્ટ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર અને પ્રોડક્શન ડિઝાઇનર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. નીતિન દેસાઈએ 'હમ દિલ દે ચૂકે સનમ', 'લગાન', 'દેવદાસ', 'જોધા અકબર' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈની આત્મહત્યા પર કર્જત ઉરણના ધારાસભ્ય મહેશ બાલદીનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે, નિતિન દેસાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે. તે ઘણા દિવસોથી પરેશાન હતા. મારા મતવિસ્તારમાં જ તેમનો સ્ટુડિયો છે. તેઓ 7 મહિનાથી કર્મચારીઓના પગાર પણ ચૂકવી શક્યા નહોતા. તેમણે મને તેની સમસ્યા જણાવી હતી.

પોલીસે કહ્યુ હતું કે, મંગળવારે રાત્રે 10 વાગ્યે નિતિન દેસાઈ પોતાના રૂમમાં ગયા હતો. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યા ન હતા. ત્યારબાદ તેના બોડી ગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોતાં નિતિન દેસાઈની લાશ પંખા સાથે લટકતી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

નિતિન દેસાઇએ થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકઉન્ટ પર  પોસ્ટ કરીને લખ્યુ હતું કે,તેઓ દર વખતની જેમ આ વર્ષે પણ મંડપની ડિઝાઇનમાં વ્યસ્ત થવાના છે. પોસ્ટમાં કેપ્શન લખી હતી કે, આપણા રાજા લાલબાગનું આગમન નજીક છે, તેમના આર્શીવાદથી આજે મુહૂર્ત અને પૂજા-અર્ચના કરવામાં આવી.

નિતિન ચંદ્રકાંત દેસાઇનો જન્મ 6 ઓગસ્ટ 1965ના દિવસે મુંબઇમાં થયો હતો. વર્ષગાંઠના 4 દિવસ પહેલાં તેમણે ફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું છે. નિતિન દેસાઇની પત્ની નેના દેસાઇ ફિલ્મ ડિરેક્ટર છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે, બંને પુત્રીઓ અમેરિકામાં રહે છે, પુત્ર હજુ અભ્યાસ કરે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.