સીક્વલના ભરોસે બોલિવુડ, દાંવ પર 1000 કરોડ!

PC: twitter.com

બોલિવુડમાં ફરી એકવાર સીક્વલનો ટ્રેન્ડ ચાલી પડ્યો છે. ઘણી મુવીઝની સીક્વલ બની ચુકી છે અને ઘણી પાઇપલાઇનમાં છે. ‘ટાઇગર 3’, ‘ગદર 2’, ‘ભૂલ ભુલૈયા 3’, ‘આશિકી 3’, ‘બ્રહ્માસ્ત્ર 2’... આ લિસ્ટ ઘણુ લાંબુ છે. આવનારા 2-3 વર્ષોમાં થિયેટર્સમાં ઘણા મોટા સ્ટાર્સની સીક્વલ ફિલ્મો જોવા મળશે. પરંતુ, શું તમે જાણો છો મોટી ફ્રેન્ચાઈઝીની આ બિગ બજેટ ફિલ્મો પર મેકર્સના કેટલા કરોડ દાંવ પર લાગે છે?

ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટા અનુસાર, આ ફ્રેન્ચાઈઝી ફિલ્મો પર 1000 કરોડ દાંવ પર લાગ્યા છે. બોલિવુડની આ મોટી સીક્વલ ફિલ્મોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન અને કાર્તિક આર્યન કામ કરી રહ્યા છે. આ એક્ટર્સને બોક્સ ઓફિસ પર ગદર મચાવવા માટે મેકર્સે મોટી રકમ આપી છે. ડિસ્ટ્રીબ્યૂટર અને એનાલિસ્ટ રાજ બંસલ આ દાવા સાથે સહમત છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે  વાતચીતમાં કોમલ નહાટાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ઘણી મોટી સીક્વલ મુવી રીલિઝ માટે તૈયાર છે. બધાની નજરો ‘ગદર 2’, ‘ટાઇગર 3’, ‘ડ્રીમ ગર્લ 2’ અને ‘યારિયાં 2’ પર છે.

હંમેશાં જોવા મળ્યું છે કે, સુપરહિટ ફિલ્મોની સક્સેસને વટાવવા માટે મેકર્સ સીક્વલ બનાવે છે. ઘણીવાર આ ફોર્મ્યૂલા હિટ થાય છે તો ક્યારેક ફ્લોપ. શાહરૂખ ખાનની ‘પઠાન’ સુપર ડુપર હિટ થઈ. આથી, તેની સીક્વલ બનવાની અટકળો છે. દરેક હિટ ફિલ્મની સીક્વલથી દર્શકોનું એક્સપેક્ટેશન હાઇ રહે છે. પહેલાથી કમાયેલી ઓડિયન્સ મળવાનો સીક્વલને ફાયદો થાય છે. આ વાત જો પહેલી જ સીક્વલ સારી ના બની તો બાદની ફિલ્મની કમાણીમાં ઘટાડો પણ લાવી દે છે. પરંતુ, મુવીઝનું શરૂઆતી કલેક્શન દમદાર જોવા મળે છે. રાજ બંસલનું માનવુ છે કે, સીક્વલ મુવીઝનો સક્સેસ રેટ હંમેશાં હાઈ રહ્યો છે. ફિલ્મનું સારું કરવાની ગેરેંટી ક્યાંક ને ક્યાંક મેકર્સના મગજમાં હોય છે.

સીક્વલ ટ્રેન્ડને જોતા અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ ‘દેશી બોય્ઝ 2’ બનવાની અટકળો છે. આ ઉપરાંત, ‘હેરા ફેરી 4’, ‘વેલકમ 2’, ‘આવારા પાગલ દીવાના 2’, ‘આશિકી 3’, ‘ટાઇગર 3’, ‘બ્રહ્માસ્ત્ર 2’, ‘યારિયાં 2’, ‘ડ્રીમ ગર્લ 3’, ‘ગદર 2’, ‘પઠાન 2’, ‘ભૂલ ભુલૈયા 3’ રીલિઝ થશે. આ તમામમાં હાલમાં રીલિઝ માટે ‘ટાઇગર 3’ અને ‘ગદર 2’ તૈયાર છે. બંને ફિલ્મોનો પોતાનો અલગ બઝ છે. તેનું બોક્સ ઓફિસ પર ક્લેશ તો નથી પરંતુ, કલેક્શનને લઈને અત્યારથી કોમ્પિટિશન ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp