
નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને દરેક વ્યક્તિ સારા સમાચાર સાંભળવા માંગે છે, પરંતુ બોલિવૂડના કોરિડોરમાંથી દિલ તૂટવાના સમાચારો સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષોથી એકબીજાને ડેટ કરી રહેલા તારા સુતરિયા અને અદાર જૈન અલગ થઈ ગયા છે. તેના ચાહકો આ સમાચારને સાચા માનવાનો ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ મળીને અલગ થવાનો નિર્ણય લીધો છે અને તેમના સંબંધોને તેઓ હવે મિત્રતાનું નામ આપશે.
જે સમાચારો મીડિયામાં કહેવામાં આવી રહ્યા છે તે મુજબ, તારા સુતરિયા અને આદર જૈન પરસ્પર સહમતિથી અલગ થયા છે. તેઓએ નક્કી કર્યું છે કે તેઓ સંપૂર્ણ રીતે સંબંધને પૂર્ણ નહીં કરે પરંતુ, મિત્રો તરીકે રહેશે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો ન હતો અને ન તો તેઓએ ઓફિશિયલ રીતે બ્રેકઅપની જાહેરાત કરી હતી. પરંતુ ઘણા વર્ષો સુધી તેઓ એકબીજા સાથે હતા. દરેક ઈવેન્ટમાં બંને સાથે જોવા મળતા હતા અને કપૂર પરિવારના દરેક ફંક્શનમાં તારા સન્માન સાથે જતી હતી.
View this post on Instagram
એવા પણ અહેવાલ હતા કે, આદર અને સુતારિયા ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. એવું કહેવાતું હતું કે, કપૂર પરિવારમાં તારાની એન્ટ્રી લગભગ કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ હવે આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. બંનેની પહેલી મુલાકાત 2018માં થઈ હતી. તે દિવાળીનો પ્રસંગ હતો. બંને પહેલા મિત્ર બન્યા અને પછી તેમની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. થોડાં સમય પહેલા સુધી તેઓ દરેક જગ્યાએ સાથે જ જોવા મળતા હતા. તારાએ પોતાના કરિયરની શરૂઆત 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp