બોલિવુડ અફઘાનિસ્તાન બની ગયું છે; પ્રિયંકા પછી તનુશ્રીએ ખોલ્યા ઈન્ડસ્ટ્રીના રહસ્ય

PC: aajtak.in

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ડેક્સ શેપર્ડના પોડકાસ્ટ 'આર્મચેર એક્સપર્ટ' પર કહ્યું હતું કે તે બોલિવૂડની રાજનીતિથી કંટાળી ગઈ હતી. તેને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ખૂણામાં ધકેલવામાં આવી રહી હતી. લોકો તેને સારી ફિલ્મોમાં કાસ્ટ કરતા ન હતા. આ નિવેદન પછી ઘણા લોકો પ્રિયંકા ચોપરાના સમર્થનમાં સામે આવ્યા હતા.

જ્યારે, બોલિવૂડની પ્રખ્યાત રહી ચુકેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ બોલિવૂડમાં જૂથવાદને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ કહ્યું છે કે, આ દિવસોમાં ગમે તેવો વિવાદ ચાલી રહ્યો છે. તેણી પહેલેથી જ સહન કરી ચૂકી છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે, આ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ગેંગ કામ કરી રહી છે અને તેઓ સક્રિય થઈને લોકોને નિશાન બનાવતા રહેતા હોય છે.

તનુશ્રી દત્તાએ મીડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેની બોલિવૂડમાં એન્ટ્રી માત્ર મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતવાને કારણે થઈ હતી. ઈન્ડસ્ટ્રીમાં તેને કોઈ ઓળખતું નહોતું. અભિનેત્રીએ કહ્યું કે, બહારના લોકો ઘણીવાર મોડેલિંગ અથવા TVમાંથી આવે છે. આ પછી તે બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કરે છે. તેમની પાસે તેમના પિતા અને દાદાની મિલકતો નથી હોતી. તેઓએ જે કરવાનું હોય છે તે પોતાની મેળે જ કરવાનું હોય છે. અને જો કોઈ ભૂલેચૂકે સફળ થઇ ગયું હોય તો પેલી ગેંગ સક્રિય બની જાય છે. કારણ કે, તેઓ જાણે છે કે આ ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો કોઈ મિત્ર નથી, જો તેમને હેરાન કરવામાં આવશે તો, આપમેળે તેઓ બધાને છોડીને ચાલ્યા જશે અને કેટલાક નારાજ થઈને પણ ચાલ્યા જશે.

અભિનેત્રીએ આગળ કહ્યું કે 'આજકાલ જે વિવાદ ચાલી રહ્યો છે, દરેક વ્યક્તિ, જે બહારનો છે તેણે તેનો સામનો કરવો પડ્યો છે. મોટા સ્ટાર્સથી લઈને દિગ્દર્શકો અને ગાયકોએ આ જૂથવાદનો સામનો કર્યો છે. પહેલા કોઈ બોલતું ન હતું. પહેલા બહુ ઓછા લોકો તેની વિરુદ્ધ બોલતા હતા, પરંતુ હવે બધા ખુલ્લેઆમ આગળ આવી રહ્યા છે. તેથી જ હવે લોકોને ખબર પડી રહી છે કે, બોલિવૂડમાં જૂથવાદ ચાલી રહ્યો છે. સૌંદર્ય અને પ્રતિભા કરતાં વધુ મહત્વનું એ છે કે, તમે કઈ ગેંગમાં છો. હવે બોલિવૂડ અફઘાનિસ્તાન જેવું બની ગયું છે. કારણ કે અહીં એવા અંડરવર્લ્ડ પ્રકારના સંપર્કો છે કે, કોઈ તેમની સાથે ઘર્ષણ કરવા માંગતું નથી.

તનુશ્રી દત્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, આ ગેંગના રાજકારણીઓ સાથે સંબંધો છે. આ લોકોએ કોઈપણ  મોટા દિગ્દર્શકો, અભિનેતાઓ, ગાયકોને પણ છોડ્યા ન હતા. જો મને ખબર હોત કે ઇન્ડસ્ટ્રીમાં આ બધું થાય છે, તો હું બિલકુલ ન આવી હોત. જો તમે પ્રમાણિક છો અને લોકોની ચાપલુસી કરવાનું પસંદ નથી કરતા. જો તમે કોઈની ખાસ આઈટમ બનવા માંગતા નથી, કોઈની ખાસ ગર્લફ્રેન્ડ બનવા માંગતા નથી, તો તમારા માટે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. જે કોઈ પણ મીડિયામાં આવીને ઈન્ડસ્ટ્રીની સચ્ચાઈ બતાવે છે, તે આપણે બધા ઇન્ડસ્ટ્રી બહારના છીએ. હું આધ્યાત્મિકતાથી મારી જાતને શાંતિમાં રાખવાનું શીખી ગઈ છું. જો મેં મારી જાતને આ ટોળકીથી પરેશાન થવા દીધી હોત, તો મારી પણ એવી જ હાલત થઈ હોત જેવી સુશાંત સિંહ રાજપૂત અને અન્ય લોકોની થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp