સલમાને ખરીદી કરોડોની બુલેટપ્રૂફ કાર, ભારતમાં લોન્ચ પણ નથી થઈ તો તેને કઈ રીતે મળી

PC: cartoq.com

બોલિવુડ સુપરસ્ટાર સાલમન ખાનને જ્યારથી ધમકી મળી છે, તેના ફેન્સ ભાઇજાનની સેફ્ટીને લઈને ખૂબ ચિંતિત છે. એવામાં ઘણી લક્ઝરી ગાડીઓના માલિક સલમાન ખાને હાલમાં જ પોતાના માટે એક નવી બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ SUV ખરીદી છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી તો એવામાં સવાલ એ છે કે આખરે સલમાન ખાને તેને કઈ રીતે ખરીદી? સલમાન ખાન હાલમાં જ તેની બુલેટપ્રૂફ કાર નિસાનની પેટ્રોલ કારમાં નજરે પડ્યો હતો.

ભારતના માર્ગો પર જ્યારે સલમાન પોતાની આ નવી નક્કોર કારમાં સફર કરવા નીકળ્યો તો દરેકની નજરો બસ તેના પર જ થોભી ગઈ. હાલમાં આ કારણે મુંબઈના રસ્તા પર નજરે પડી, જેની સાથે જ એક કાળા રંગની ટોયોટા ફોર્ચૂનર હતી. જેની આગળ સલમાન ખાનની પર્સનલ સિક્યોરિટી હતી અને પાછળ એક મહિન્દ્રા બોલેરો નિઓમાં પોલીસ અધિકારી હતા. નિસાન પેટ્રોલ અત્યાર સુધીની સૌથી મોંઘી SUV છે, જેને નિસાને બનાવી છે. આ કાર સાઉથઈસ્ટ એશિયા માર્કેટમાં ખૂબ પોપ્યુલર છે.

આ કાર ભારતમાં વેચવામાં આવતી નથી, જેના કારણે સલમાન ખાને આ કારને પ્રાઈવેટલી ઇન્ટરનેશનલ માર્કેટથી ઇમ્પોર્ટ કરાવી છે. આ SUVની સૌથી સિક્યોર કારોમાંથી પણ એક છે. સલમાન ખાન પોતાની નવી બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ SUVમાં મુસાફરી કરવાનો વીડિયો ઘણી યુટ્યુબ ચેનલોએ શેર કર્યો છે. જો આ કારના ફિચર્સની વાત કરીએ તો સલમાન ખાને જે નિસાન પેટ્રોલ ખરીદી છે, તેમાં 5.6 લીટર V8 પેટ્રોલ એન્જિન છે. SUVના વિશાળ એન્જિનને 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યા છે. આ કારના પ્રાઇઝ પર ધ્યાન કરીએ તો તેની માર્કેટ વેલ્યૂ 80 લાખ છે, પરંતુ તેને સલમાન ખાને ઇમ્પોર્ટ કરવી છે અને આ એક બુલેટપ્રૂફ અને આર્મ્ડ કાર છે, જેના કારણે તેની કિંમત કરોડોમાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી, જ્યારે સલમાન ખાને પોતાની ગેરેજમાં બુલેટપ્રૂફ કાર ઊભી કરી હોય. સલમાન ખાને હાલમાં જ પોતાની Toyota Land Cruiser SUVને આર્મર અને બુલેટપ્રૂફ ગ્લાસ સાથે અપગ્રેડ કરી છે. જો સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઇદના અવસર પર 21 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે પૂજા હેગાડે લીડ રોલમાં છે. એ સિવાય રાઘવ જુયાલ, શહનાજ ગિલ, પાલક તિવારી, સિદ્ધાર્થ નિગમ અને જસ્સી ગિલ જેવા સ્ટાર પણ નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp