શું લગ્ન પહેલા પ્રેગ્નેંટ હતી શ્રીદેવી? બોની કપૂરે કહી આ વાત
બોની કપૂરને એ વાતનો ખેદ છે કે, જ્યારે જીવનમાં બધી બાબતો સારી થઇ ત્યારે શ્રીદેવી તેમનો સાથ છોડી જતી રહી. એક ઈન્ટરન્યૂમાં બોની કપૂરે શ્રીદેવીને યાદ કરી. તેમણે કહ્યું કે, લોકોને લાગે છે કે શ્રીદેવી લગ્ન પહેલા પ્રેગ્નેંટ હતી. જોકે એવું કશું નથી. બંનેએ લગ્ન પહેલા જ કરી લીધા હતા અને તેની જાહેરાત થોડા સમય પછી કરી હતી. ત્યાં સુધીમાં શ્રીદેવી પ્રેગ્નેંટ દેખાવા લાગી હતી.
શિરડીમાં કર્યા લગ્ન
બોની કપૂરે યૂટ્યૂહર રોહન દુઆને પોતાના જીવનથી જોડાયેલી એવી વાતો શેર કરી જે ઘણાં ઓછા લોકો જાણે છે. બોની કપૂરે પોતાના બીજા લગ્ન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, મારા બીજા લગ્ન શ્રીદેવીની સાથે શિરડીમાં થયા હતા. અમે 2 જૂનના રોજ લગ્ન કર્યા હતા. અમે ત્યાં એક નાઇટ પણ પસાર કરી હતી. જાન્યુઆરી માં જ્યારે શ્રીદેવીની પ્રેગ્નેંસી દેખાવા લાગી ત્યારે અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો તો અમે બધાની સામે લગ્ન કર્યા. અમારા લગ્ન 2 જૂન 1996માં થયા બતા. પણ લોકોની નજરમાં લગ્ન 1997 જાન્યુઆરીએ થયા. આ કારણે અમુક લોકો બોલે છે કે જાહ્નવી લગ્ન પહેલાની દીકરી છે વગેરે વગેરે...
બોની કપૂરે જણાવ્યું કે, તેમનો આખો પરિવાર ધાર્મિક છે. તેઓ કહે છે, શ્રીદેવી હોય કે સુનીતા(તેમની પહેલી પત્ની) કે મારી દીકરી જાહ્નવી બધા ધાર્મિક છે. જાહ્નવી દર 3 મહિને તિરુપતિ જાય છે. મારી પત્ની શ્રીદેવી પોતાના દરેક જન્મદિવસે પગપાળા તિરુપતિ જતી હતી. હું જ્યારે પરેશાનીમાં હતો તો તે ચાલીને સિદ્ધિવિનાયક જતી હતી.
શ્રીદેવીને પોતાના ચેન્નઈવાળા ઘરથી ઘણો લગાવ હતો. બોની કપૂરે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, ત્યાં જઇને આજે પણ એમને એવું લાગે છે કે શ્રીદેવી તેમની સાથે છે. ચેન્નઈના ઘરમાં તેમને અત્યાર સુધીનું બધુ જ યાદ આવે છે કે, કઇ રીતે ત્યાં બેસીને શ્રીદેવીને પહેલીવાર જોઇ રહ્યા હતા. ચેન્નઈવાળા ઘરમાં બોની કપૂરને શ્રીદેવીની વાઇબ ફીલ થાય છે. લાગે છે કે એ તેમની પાસે જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp