કૈલાશ ખેર પર હુમલો, સ્ટેજ પર 2 છોકરાઓએ ફેકીને મારી બોટલ, પોલીસે કરી અટકાયત

PC: indiatoday.in

કર્ણાટકમાં 3 દિવસના હમ્પી ઉત્સવનું આયોજન કરવાંમાં આવ્યું હતું. આ ઉત્સવ રવિવારે એટલે કે 29 જાન્યુઆરીના રોજ સમાપ્ત થયો હતો. હમ્પી ઉત્સવમાં ઘણા જાણીતા સિંગર્સે પોતાના ગીતોથી માહોલ બનાવ્યો હતો. ઉત્સવમાં જાણીતા સિંગર કૈલાશ ખેરે પણ પોતાના ગીતોથી લોકોને નાચવા મજબૂર કરી દીધા હતા, પરંતુ જે સમયે કૈલાશ ખેર સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યો હતો, એ દરમિયાન 2 છોકરાઓએ સ્ટેજ પર કૈલાશ ખેર પર બોટલ ફેકીને મારી હતી. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ આગળ શું થયું.

રિપોર્ટ્સ મુજબ, કૈલાશ ખેર હમ્પી ઉત્સવમાં પોતાના સોંગ્સથી જાદુ વિખેરવા ગયો હતો, પરંતુ બે છોકરા કન્નડ સોંગની માગ કરવા લાગ્યા. સોંગની માગ કરતા તેમણે પરફોર્મ કરી રહેલા કૈલાશ ખેર પર પાણીની બોટલ ફેકી દીધી. આ અકસ્માત રવિવારે થયો હતો. બોટલ ફેકવાના આરોપમાં બે લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. 3 દિવસનો હમ્પી ઉત્સવ 27 જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો અને 29 જાન્યુઆરી સુધી ચાલ્યો. શુક્રવારે સાંજે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા ઉત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

ઘણા બોલિવુડ સ્ટાર અને કન્નડ સિંગર્સે પ્રદર્શન કર્યું હતું. તેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની મહિમા દેખાડવા માટે એક સાઉન્ડ અને લાઇટ શૉ પણ સામેલ હતો. ઇવેન્ટમાં કન્નડ પ્લેબેક સિંગર અર્જૂન, વિજય પ્રકાશ, રઘુ દીક્ષિત અને અનન્યા ભાતે પ્રદર્શન કર્યું હતું. તો બોલિવુડ તરફથી અરમાન મલિક અને કૈલાશ ખેર સામેલ થયા હતા. કૈલાશ ખેરે આ કાર્યક્રમની જાણકારી ટ્વીટર અકાઉન્ટ પર આપી હતી. રવિવારે કૈલાશ ખેરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ભારતનું પુરાતન નગર, કાલ ખંડને મંદિરો અને અટારિયોના સ્વરૂપમાં સમાહિત કર્યા.

જેનો ઇતિહાસ વિશ્વના કૌતુકને ગતિમાન કરતા આજે પણ #HampiMahotsavમાં આજે @bandkailasa #KailasaLiveInConcert નો શિવાનંદ ગુંજશે, આજે પણ રાજસી શિલ્પ ઇતિહાસ, કળા, સંગીત મેળો. કૈલાશ ખેરની વાત કરીએ તો બોલિવુડના મોસ્ટ ટેલેન્ટેડ સિંગર્સમાંથી એક છે. કૈલાશ ખેરે ઘણા શાનદાર સોંગ ગયા છે. ‘અલ્લાહ કે બંદે હસ દે..’ તો હૃદય સ્પર્શી લે છે. તેના સોંગમાં એ દર્દ વધુ મહેસૂસ થાય છે જે સીધું દિલ પર લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp