માસ્ટર શેફના ભડકાવવા પર દુલ્હને તોડ્યા લગ્ન, જુઓ શું થયેલું

ધ કપિલ શર્મા શો પર આ વખતે તેલ-મસાલાનો તડકો લાગવાનો છે. કારણ કે માસ્ટર શેફના ત્રણ સુપર શેફ પોતાના શોના પ્રમોશન કરવા પહોંચી ગયા છે. હવે શો કપિલનો છે તો ખાવા પીવાની વસ્તુઓ પર પણ જોક તો નીકળી જ આવશે. સાથે જ શેફ તેમની લાઈફના ઘણા રાઝ પણ ખોલશે. એવી જ એક રસપ્રદ સ્ટોરી શોના ઓનએર થવા પહેલા જ પ્રોમોમાં દેખાડવામાં આવી છે. શેફ વિકાસ ખન્નાના કારણે એક કપલના લગ્ન તૂટી ગયા હતા. શું તમે આ વાત પર વિશ્વાસ કરી શકશો કે આટલો ક્યુટ દેખાતો શેફ કોઈના લગ્નમાં અડચણનું કારણ બની શકે છે.

પરંતુ આવું થયું છે અને આ વાતને શેફ વિકાસ અને રણબીર બ્રરારે મજેદાર રીતે શોમાં કહી છે. કપિલ શર્મા પોતાના ગેસ્ટની મજાક ઉડાવવાથી તો બાકી રહેવાનો નથી. તેણે પોતાના જ અંદાજમાં સ્ટોરીને ટ્વીસ્ટ કરતા પૂછ્યું હતું. વિકાસ ખન્ના જી અમે સાંભળ્યું છે કે  તમે એક હોટલમાં ગયા, જ્યાં લગ્ન થઈ રહ્યા હતા અને જે છોકરી હતી, તે તમને જોઈને વરરાજાને છોડીને તમારી પાસે ભાગીને આવી ગઈ હતી. કપિલના આ સવાલ પર વિકાસ કહે છે- આવું નથી થયું. પરંતુ શેફ ગરિમાએ કહ્યું- આ મારી સામે થયું હતું. વિકાસ તેને ચૂપ કરાવે છે અને કહે છે કે આવું નથી થયું.

આ રહસ્ય બહાર આવતા જ વિકાસના મજેદાર એક્સપ્રેશન જોઈને દરેક હસવા લાગે છે. જેના પછી રણબીર કહે છે- લગ્ન તૂટ્યા ત્યારે હું ત્યાં જ હતો. પછી વિકાસ આખી સ્ટોરી બતાવે છે. મેં માત્ર છોકરીને કહ્યું- ખાવાનું બનાવે છે આ. તો છોકરી કહે છે કે મેં ક્યારેય પાણીનો ગ્લાસ પણ ઉઠાવ્યો નથી. તો મેં કહ્યું આવા છોકરાઓ આગળ જઈને ઘણા હેરાન કરે છે. હું તેને ભડકાવી નહોંતો રહ્યો, સમજાવી રહ્યો હતો. આ સાંભળીને કપિલ શર્મા હસવા લાગે છે અને બોલે છે આ ભડકાવવું નથી તો શું છે. તમે આગ લગાવીને આવ્યા છો.

આ સિવાય શો પર બીજી ઘણી મજેદાર વાતો થઈ હતી. વિકાસ ખન્નાની એક વધુ વખત ખિંચાઈ કરવામાં આવી હતી. તેમને અર્ચના પૂરણ સિંહ સથે કમ્પેર કરી કપિલે કહ્યું કે તમે પણ જ્યારથી માસ્ટર શેફની ખુરશી પકડી છે, છોડી નથી અર્ચનાજીની જેમ. માસ્ટર શેફ ઈન્ડિયા સોની ટીવી પર પ્રસારિત થાય છે. આ શોમાં વિકાસ ખન્નાની સાથે ગરિમા અરોરા અને રણબીર બ્રરાર જજ તરીકે જોડાયા છે.   

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.