સાડા ચાર કરોડ ઘરો કેબલ ટીવીથી વંચિત થઇ ગયા, બ્રોડકાસ્ટર્સની દાદાગીરી

PC: financialexpress.com

કેબલ ટીવી પર મનોરંજન ચેનલોનો આનંદ ઉઠાવતા દર્શકોની મજા બગડી ગઇ છે. કેબલ ટીવીની સુવિધા આપનાર પ્લેટફોર્મ્સથી ડિઝની-સ્ટાર, સોની અને ZEE જેવા મોટા બૉડકાસ્ટર્સે  ચેનલો માટે ભાવ વધારવાની શરત રાખી હતી. ઓલ ઈન્ડિયા ડિજિટલ નેટવર્ક ફેડરેશન (AIDCF) ની આગેવાની હેઠળ કેબલ ટીવી ઓપરેટર આ ભાવ વધારા સામે હલ્લો બોલી રહ્યા હતા,  પરંતુ બ્રૉડકાસ્ટર્સ તેમની વાત સાંભળી નહી. જાણવા મળેલી માહિતી મુજબ દેશભરમાં લગભગ 4.5 કરોડ ઘરોને કેબલ ટીવી પર આ મનોરંજન ચેનલ જોવાથી વંચિત કરી દેવાયા છે.

બ્રોડકાસ્ટર્સ અને Telecom Regulatory Authority of India (TRAI)ની સામે AIDCFએ નારાજગી બતાવી છે. AIDCFએ કહ્યુ કે બ્રોડકાસ્ટર્સની તાનાશાહી અને TRAIના ઉદાસીન વલણને કારણે દેશના 4.5 કરોડ ઘરોને કેબલ ટીવી મનોરંજનથી વંચિત કરી દેવામાં આવ્યા છે.

AIDCF તરફથી જાહે કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ડિઝની-સ્ટાર, સોની અને ZEEએ ફેડરેશનની સાથે-સાથે અન્ય નેટવર્ક પ્લેટફોર્મ્સ માટે પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેબલ ટીવી પ્લેટફોર્મે બ્રોડકાસ્ટર્સના ઉંચા ભાવનો વિરોધ કર્યો , જેને  લીધે કેબલ ટીવી ઓપરેટર્સે Revised Reference Interconnect Offers (RIOs)નો સ્વીકાર કર્યો નહોતો.

બ્રોડકાસ્ટર્સે નવા ટેરિફ ઓર્ડર (NTO 3.0) માટે Revised Reference Interconnect Offers (RIOs) પર હસ્તાક્ષર કરવા માટે કેબલ ઓપરેટર્સને નોટિસ મોકલી હતી. નવા ટેરિફ ઓર્ડરના અમલીકરણ સાથે સંબંધિત એક મામલો કેરળ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેનો નિર્ણય લેવાનો બાકી છે. આવી સ્થિતિમાં AIDCF સાથે સંકળાયેલા કેબલ ઓપરેટરોએ ચેનલોના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

AIDCFના જનરલ સેક્રેટરી મનોજ છાંગાણીએ કહ્યું કે. કેબલ ટીવી પ્લેટફોર્મને માત્ર 48 કલાકની નોટિસ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ મામલો અનેક અદાલતોમાં પેન્ડિંગ છે, કેટલાક પ્લેટફોર્મે બ્રોડકાસ્ટર્સને વિનંતી કરી છે કે તેઓ આવી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને તેમની ચેનલોને ડિસ્કનેક્ટ ન કરે. ડિઝની સ્ટાર, સોની અને ZEEએ આગળ વધીને AIDCF સભ્યોના કેબલ ટીવી પ્લેટફોર્મ પર તેમની ચેનલોને ડિસ્કનેક્ટ કરી દીધી છે. જેના કારણે દેશભરના આશરે 4.5  કરોડ પરિવારો કેબલ ટીવી પર આ બ્રોડકાસ્ટર્સ દ્વારા પ્રસારિત થતી ચેનલો જોવાથી વંચિત થઇ ગયા છે.

ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન (AIDCF) એ ડિજિટલ મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (MSOs) માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા છે. ફેડરેશન ભારતીય ડિજિટલ કેબલ ટીવી ઉદ્યોગ માટે અધિકૃત અવાજ તરીકે કામ કરે છે. આ માટે તે મંત્રાલયો, નીતિ નિર્માતાઓ, નિયમનકારો, નાણાકીય સંસ્થાઓ અને તકનીકી સંસ્થાઓ સાથે સંપર્ક કરે છે અને કેબલ ઓપરેટરોને પ્લેટફોર્મ પૂરું પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp