મુંબઈમાં સોનુ નિગમ સાથે મારપીટ, ઉદ્ધવ જૂથના MLA પુત્ર સામે કેસ, જુઓ વીડિયો

સોનુ નિગમ સાથે મારપીટનો મામલો સામે આવી રહ્યો છે. એક લાઈવ શો દરમિયાન કેટલાક લોકોએ ગાયક સાથે મારપીટ કરી હતી. જેમાં તેના માસ્ટરના પુત્ર રબ્બાની ખાનને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને બાદમાં ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે, સોનુ નિગમે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આ મામલાની ફરિયાદ પણ નોંધાવી છે. ત્યાર પછી પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે અને ધક્કા-મુક્કી કરનારા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલમાં ફિનાલે દરમિયાન સોનુ નિગાર ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો. આરોપ છે કે, આ દરમિયાન ધારાસભ્યના પુત્રએ પહેલા સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક કરી અને પછી જ્યારે સોનુ નિગમ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેણે પહેલા ગાયકના બોડીગાર્ડને ધક્કો માર્યો અને પછી સોનુને પણ ધક્કો માર્યો. જોકે, આ ઝપાઝપીમાં તેમના માસ્ટરનો પુત્ર રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ છે. સોનુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પોતે આ ઘટનાથી આઘાતમાં છે, તેથી તેણે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉપરોક્ત ઝપાઝપીમાં સોનુ નિગમ સ્ટેજના પગથીયા પરથી પડી ગયો, કહેવામાં આવી રહ્યું છે કે તેને બચાવવા ગયેલા સોનુ નિગમના બે બોડીગાર્ડ પણ નીચે પડી ગયા. એ તો સારી વાત છે કે, સોનુ નિગમ બચી ગયો અને તેની સાથે ટીમનો એક વ્યક્તિ ઘાયલ થયો. દરમિયાન, ગઈકાલે રાત્રે સોનુને નજીકની જૈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દીધી છે. સોનુ નિગમ હાલ સુરક્ષિત છે.

મોડી રાત્રે સોનુ નિગમ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો. થોડા સમય પછી ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. સોનુ નિગમની ફરિયાદના આધારે પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફટેરપેકર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલે ચેમ્બુર પોલીસે IPCની કલમ 341, 323, 337 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જોકે, સોનુ સાથેની આ લડાઈનો એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકોએ સોનુ નિગમ પર સીડીઓ ઉતરતી વખતે હુમલો કર્યો હતો. બોડીગાર્ડ સુરક્ષા માટે વચ્ચે આવતા સોનુ બચી જાય છે, પરંતુ તેની ટીમના સભ્યો ઘાયલ થાય છે. આ પછી બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સોનુ નિગમને મુક્કા મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કંઈ સ્પષ્ટ નથી. પરંતુ ટ્વિટર યુઝર સમીત ઠક્કરે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર અને તેમના પુત્રએ તેમના કાર્યકરો સાથે મળીને સોનુ નિગમને ધક્કો માર્યો હતો. સોનુ નિગમને ગઈકાલે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.