ભલે યુઝવેન્દ્ર ચહલને સ્થાન ન મળ્યું, પણ પત્ની ધનશ્રી વર્લ્ડકપમાં ધૂમ મચાવશે

PC: wikibio.in

વર્લ્ડકપ 2023માં યુઝवेન્દ્ર ચહલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી તેનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે ભલે ચહલ વર્લ્ડકપમાં નહીં દેખાશે, પરંતુ તેની પત્ની ધનશ્રી વર્મા વર્લ્ડકપમાં ધૂમ મચાવવાની છે એ નક્કી છે.

ભારતીય ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડકપ 2023માં જોવા નહીં મળે. તેને ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. પરંતુ તેની પત્ની ધનશ્રી વર્મા વર્લ્ડકપમાં તરખાટ મચાવતી જોવા મળશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી રમાશે.

વર્લ્ડકપ 2023 ની શરૂઆત આવતા મહિનાથી થઇ રહી છે. 5 ઓકટોબરથી ભારતના યજમાન પદે ક્રિક્રેટ મેચ રમાવવાની છે. આ મહિનાની શરૂઆતમાં જ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ વર્લ્ડકપની એકેય મેચમાં યુઝવેન્દ્ર ચહલનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. વર્ષ 2016માં વન-ડેમાં ડેબ્યુ કરનાર યુઝવેન્દ્ર ચહલ શરૂઆતથી લિમિટેડ ઓવર્સાં ભારતનો મુખ્ય સ્પિનર બોલર તરીકે રહ્યો છે. આમ છતા ચહલને વર્લ્ડકપ ટીમમાં સામેલ કર્યો નથી. એ બાબાતે ઘણા બધા ક્રિક્રેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર નારાજગી પણ વ્યક્ત કરી છે. કેટલાંક ક્રિક્રેટરોએ ખુલ્લેઆમ ચહલનું સમર્થન પણ કર્યું છે.

યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્કીમ ઓફ થિંગ્સમાં પણ સામેલ નથી. રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં સ્થાન મળ્યું છે. એશિયા કપની ફાઇનલમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ યુઝવેન્દ્ર ચહલના નામ અંગે કોઈ ચર્ચા નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવાની કોઈ આશા નથી. વર્લ્ડ કપની ટીમમાં 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર થઈ શકે છે.

ભલે યુઝવેન્દ્ર ચહલ ટીમનો હિસ્સો નથી, પરંતુ તેની પત્ની ધનશ્રી વર્મા વર્લ્ડકપમાં નજરે પડશે. બુધવારે વર્લ્ડકપ 2023 માટે એક એન્થન સોંગ રીલિઝ થયું છે. જેમા અભિનેતા રણવીર સિંહ સાથે ચહલની પત્ની ધનશ્રી વર્મા ડાન્સ કરી રહી છે. આ ગીતનું નામ ‘દિલ જશ્ન બોલે’ રાખવામાં આવ્યું છે.

ચહલની પત્ની ધનશ્રી કોરિયોગ્રાફર અને ડાન્સર છે. ડાન્સ કલાસમાં જ ચહલ અને ધનશ્રીની મુલાકાત થઇ હતી.

ભારતીય ટીમમાંથી બહાર થયા પછી યુઝવેન્દ્ર ચહલ ઇંગ્લેંડમાં કાઉન્ટી મેચ રમવા પહોંચ્યો છે અને તે કેંટ માટે રમી રહ્યો છે. ડેબ્યુ મેચમાં ચહલ 5 વિકેટ લીધી છે. ભારતીય ટીમ આવતા મહિને એશિયન ગેમ્સમાં પણ ભાગ લેવાની છે, તેમાં પણ ચહલનુ નામ સામેલ કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp