'ચક દે ઈન્ડિયા' અને 'લગાન' ફેઇમ અભિનેતા જાવેદ ખાનનું નિધન

PC: twitter.com

બોલિવૂડ એક્ટર જાવેદ ખાનનું મંગળવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. જાવેદ ખાનને સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અભિનેતાના આજે સાંજે 6.30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાવેદ ખાન 'લગાન' અને 'ચક દે ઈન્ડિયા' જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા છે.

જાવેદ ખાનના અવસાનથી બોલિવૂડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એ વાત કોઈ માની શકતું નથી. જાવેદ ખાન તેના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેણે 'અંદાઝ અપના અપના', 'ઈશ્ક', 'હમ હૈ રાહી પ્યાર કે' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તે આમિર ખાનની ફિલ્મ 'લગાન'માં રામ સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જ્યારે 'હમ હૈ રાહી પ્યાર કે'માં તેણે છોટ્યાનું પાત્ર ભજવ્યું હતું. 'ચક દે ઈન્ડિયા'માં જાવેદ ખાનનું સુખલાલનું પાત્ર આજે પણ યાદ છે.

તેમના મૃત્યુની માહિતીની સાબિતી તેમના કો-સ્ટાર અખિલેન્દ્ર મિશ્રાએ એક પોર્ટલ પરથી કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જાવેદ ખાન લાંબા સમયથી સાંતાક્રુઝની સૂર્યા નરગીસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં બહુ પ્રતિભાશાળી અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

જાવેદ ખાને ફિલ્મોની સાથે સાથે TV ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી નામના મેળવી હતી. તે છેલ્લે સંજય દત્ત, આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટની ફિલ્મ 'સડક 2'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી ન હતી.

જાવેદ ખાન અમરોહીના કરિયરની વાત કરીએ તો, તેમણે વર્ષ 1973માં ફિલ્મ 'જલતે બદન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેમણે 'સત્યમ-શિવમ-સુંદરમ', 'પ્રેમ બંધન', 'જૂઠા કહીં કા', 'પ્રેમ રોગ', 'પસંદ અપની-અપની', 'રામ તેરી ગંગા મૈલી' જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું. તે રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ સિવાય દૂરદર્શનના ફેમસ શો 'નુક્કડ'એ પણ તેમને ઘણી ઓળખ આપી, ત્યારબાદ તેમણે ગુલઝારની 'મિર્ઝા ગાલિબ'માં પણ કામ કર્યું, જેમાં ફકીરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ. વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'લગાન'માં તેની શાનદાર ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp