
ટીવી એક્ટ્રેસ અને વીડિયો ક્રિએટર છવી મિત્તલે બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ જીતી લીધી છે. તે અવારનવાર ફેન્સ સાથે તેની કેન્સરની જર્ની સંબંધિત અનુભવોને શેર કરે છે. છવીએ આ વર્ષે એપ્રિલમાં પોતાના કેન્સરની સારવાર કરાવી હતી. તે અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આ દિવસોમાં દુબઈ વેકેશન પર છે. તેણે દુબઈ બીચ પરથી તસવીરો શેર કરી છે, જેમાં તેની બ્રેસ્ટ કેન્સર સર્જરીના નિશાન દેખાઈ રહ્યા છે.
બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડેલી અભિનેત્રી છવી મિત્તલ દુબઈમાં નવા વર્ષના વેકેશન પર છે. આ દરમિયાન તેણે બીચ પરથી તેની બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે તેના બ્રેસ્ટ કેન્સર સર્જરીના નિશાન બતાવ્યા છે.
છવી મિત્તલને કેન્સર હોવાનું જાણ થયા બાદ આ વર્ષે એપ્રિલમાં સર્જરી કરવામાં આવી હતી. છવીએ આ તસવીરોને શેર કરતી વખતે જણાવ્યું કે વર્ષ 2022માં તેણે આ જ કમાણી કરી છે.
છવી મિત્તલ બીચ વ્હાઇટ બિકીનીમાં જોવા મળી રહી છે. તેની પીઠ અને બ્રેસ્ટ વચ્ચે સર્જરીના નિશાન દેખાય છે. આ સાથે તેની ગરદન નીચે બનાવેલું ટેટૂ પણ દેખાઈ રહ્યું છે.
છવી મિત્તલે આ તસવીરો શેર કરતા લખ્યું કે, “આ વર્ષે મેં આ જ કમાણી કરી છે. એક નવું જીવન. એક સારું, એક વધુ મજબૂત." તેણે હેશટેગ સાથે બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર પણ લખ્યું.
છવી મિત્તલની આ તસવીરોવાળી પોસ્ટ જોઈને ચાહકો પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તમે વધુ શક્તિ મળે, કેન્સર સામેની લડાઈ જીતવી સરળ નથી."
અન્ય યુઝરે છવી મિત્તલની બ્રેસ્ટ કેન્સર સર્જરીના નિશાનની સાથે-સાથે તેની ગરદન પરનું ટેટૂને પણ જોયું. યુઝરે લખ્યું, "ટેટૂની જેમ નિશાન પણ સુંદર છે."
આ પહેલીવાર નથી જ્યારે છવી મિત્તલે તેના નિશાનની ઝલક દેખાડી હોય. છવી સતત તેની કેન્સરની જર્ની વિશે વાત કરે છે. આ સાથે તે ફિટનેસ ફ્રીક પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp