
ટીવી એક્ટ્રેસ છવિ મિત્તલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ભલે પછી સ્તન કેન્સર વિરુદ્ધ તેની લડાઇ હોય કે પછી ફિટનેસને લઈને તેની લાઇફસ્ટાઇલ. તે ફેન્સને પોતાની પોસ્ટ દ્વારા પ્રેરણા આપતી રહે છે. દરમિયાન તેની એક પોસ્ટે તેને ટ્રોલર્સના નિશાના પર લાવી દીધી હતી. એક્ટ્રેસે પોતાના બાળકોને કિસ કરતી કેટલીક તસવીર શેર કરી હતી. જેના પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. જોકે, એક્ટ્રેસના ફેન્સે તેનો સપોર્ટ કર્યો હતો. તેમજ, હવે છવિ મિત્તલે પોતાની નવી પોસ્ટ દ્વારા ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.
એક્ટ્રેસ છવિ મિત્તલે ટ્રોલર્સ દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સની તસવીરો શેર કરી, જેમા એક યુઝરે લખ્યું, આપણે આપણા બાળકોને આ રીતે કિસ ના કરવી જોઈએ. હું તેને બાળ શોષણ માનીશ. બીજા એક યુઝરે કહ્યું, બોલિવુડ વેસ્ટને કોપી કરશે અને દરેક બાબતને યોગ્ય ગણાવશે.
આ પ્રકારની કમેન્ટ્સની ટીકા કરતા છવિએ લખ્યું, એવુ વિચારી ના શકાય કે કેટલાક લોકો એ વાત પર આપત્તિ વ્યક્ત કરી શકે છે કે એક મા પોતાના બાળકોને કઈ રીતે પ્રેમ કરે છે. આ ટ્રોલના કમેન્ટ વિરુદ્ધ મારા સપોર્ટમાં જે કમેન્ટ્સ આવી, તે માત્ર મારા નહીં પરંતુ માનવતાના સમર્થનમાં પણ છે. પ્રેમ. ઘણો બધો પ્રેમ.
આ ઉપરાંત, તેણે પોતાના બાળકોને કિસ કરતી કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો શેર કરતા તેણે લખ્યું, હું મારા બંને બાળકોને તેમના હોઠ પર કિસ કરતા કેટલીક વધુ તસવીરો શેર કરી રહી છું. કારણ કે, મને નથી ખબર કે તેમના માટે મારા પ્રેમની સીમા કઈ રીતે નક્કી કરું. હું તેમને શીખવુ છું કે પ્રેમ દર્શાવવામાં ક્યારેય સંકોચ ના કરવો જોઈએ.
માત્ર એક બાબત જે હું તેમને શીખવુ છું તે એ છે કે, લોકોને ઠેસ પહોંચાડવાની નથી, ખાસ કરીને તેમને જેમને તમે પ્રેમ કરો છો. મને નીચે કરવામાં આવેલી ટિપ્પણીઓમાં એ જાણવુ સારું લાગશે, માતા-પિતાના રૂપમાં તમારા પ્રેમની ભાષા કઈ છે? મને જણાવો. તેના પર લોકોએ પણ સપોર્ટ દર્શાવ્યો છે અને કમેન્ટ્સમાં પોતાના રિએક્શન્સ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp