'સર્કસ'નો હાલ બેહાલ, તો 'દૃશ્યમ 2' અને 'અવતાર 2'ની કમાણી જાણી લો

PC: amazon.com

18 નવેમ્બરના રોજ અભિનેતા અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ 2', 16 ડિસેમ્બરના ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' અને 23 ડિસેમ્બરના રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ' રીલિઝ થઈ હતી. એક તરફ જ્યાં 'દૃશ્યમ 2', વર્ષ 2022ની સૌથી સફળ બોલિવુડની ફિલ્મોમાં શુમાર રહી તો બીજી તરફ સર્કસની હાલત ઘણી ખરાબ છે. જ્યારે જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર 2'ને ન માત્ર ઈન્ડિયામાં પરંતુ વર્લ્ડવાઈડ ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

અવતારઃ ધ વે ઓફ વોટરનું કલેક્શન

જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની જોરદાર કમાણી ચાલુ છે અને વીકેન્ડનો એક વખત ફરીથી ફિલ્મને ફાયદો થઈ રહ્યો છે. 'અવતારઃ ધ વે ઓફ વોટર'નું કુલ ઈન્ડિયન કલેક્શન આશરે 301.40 કરોડ રૂપિયા થઈ ગયું છે. 'અવતારઃ ધ વે ઓફ વોટરે' પહેલા દિવસે 41 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું. જ્યારે ફિલ્મે ઓપનિંગ વીકેન્ડમાં જ 129 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું. તેની સાથે જ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 192.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અર્લી ટ્રેન્ડ્સ પ્રમાણે, 15મા દિવસે ફિલ્મે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

દૃશ્યમ 2ની પણ ચાલુ છે કમાણી

અજય દેવગણની ફિલ્મ 'દૃશ્યમ 2'ની રિલીઝ થયાને 40થી વધુ દિવસો થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ કમાણી કરી રહી છે, જે ઘણી કાબિલે તારીફ છે. ફિલ્મે 43માં દિવસે આશરે 80 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જોકે અર્લી ટ્રેન્ડ્સ છે. ફિલ્મનું કુલ કલેક્શન આશરે 230 કરોડ રૂપિયાથી વધી ગયો છે. જણાવી દઈએ કે 'દૃશ્યમ 2'એ પહેલા દિવસે 15.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ફિલ્મે ઓપનિંગ વીકેન્ડમાં 64.14 કરોડ રૂપિયા અને પહેલા અઠવાડિયામાં 104.66 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે બીજા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન 163.48 રૂપિયા રહ્યું હતું. તેની સાથે જ ત્રીજા અઠવાડિયાનું કલેક્શન 196.30 કરોડ રૂપિયા, ચોથા અઠવાડિયાના અંતે 215.70 કરોડ રૂપિયા અને પાંચ અઠવાડિયાનું કલેક્શન 224.68 કરોડ રૂપિયા રહ્યું હતું.

સર્કસનું કલેક્શન

રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ' 23 ડિસેમ્બરના રીલિઝ થઈ હતી. ફિલ્મનું કુલ કલેક્શન આશરે 31.25 કરોડ રૂપિયા થયું છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સે નકારી દીધી છે. ફિલ્મ દર્શકોને લોભાવવામાં અસફળ રહી હતી. ફિલ્મે પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયા, બીજા દિવસે 6.40 કરોડ, ત્રીજા દિવસે 8.20 કરોડ અને ચોથા દિવસે 2.60 કરોડ, પાંચમાં દિવસે 2.50 કરોડ રૂપિયા અને છઠ્ઠા દિવસે માત્ર 2.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સાતમાં દિવસે ફિલ્મનું કલેક્શન 20.5 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે અર્લી ટ્રેન્ડ્સના કહેવા પ્રમાણે, 8મા દિવસે ફિલ્મે આશરે 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp