PM મોદીની નકલ કરવી શ્યામ રંગીલાને ભારે પડી, નીલગાયને ખાવાનું આપવાથી....Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરીને ફેમસ થયેલો આર્ટિસ્ટ શ્યામ રંગીલા મુશ્કેલીઓમાં ફસાઈ ગયો છે. રાજસ્થાનમાં વન વિભાગે નોટિસ જાહેર કરીને શ્યામ રંગીલાને બોલાવ્યો છે. હવે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવાના કેસમાં તેના પર કાર્યવાહી કરી શકાય છે. શ્યામ રંગીલાએ હાલમાં જ જયપુરના ઝાલાના જંગલમાં જઈને નીલગાયને ખોરાક ખવડાવ્યો હતો અને તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો. જયપુર ક્ષેત્રીય વન અધિકારી જનેશ્વર ચૌધરીએ જણાવ્યું કે, યુટ્યુબ ચેનલ શ્યામ રંગીલા પર 13 એપ્રિલના રોજ ઝાલાના લેપર્ડ રિઝર્વનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં શ્યામ રંગીલા પોતાની ગાડીથી નીચે ઊતરીએ પોતાના હાથથી વન્ય પ્રાણી નીલગાયને ખાદ્ય પદાર્થ ખવડાવતો નજરે પડ્યો. જ્યારે વન્ય પ્રાણીઓને ખાદ્ય પદાર્થ ખવડાવવો વન અધિનિયમ 1953 અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ના પ્રવધાનોનું ઉલ્લંઘન છે. વન્ય જીવોને ખાદ્ય પદાર્થ ખવડાવવાથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થઈ જાય છે અને અહી સુધી કે તેમના જીવનું જોખમ પણ ઉત્પન્ન થઈ જાય છે. વન્ય જીવોને ખાદ્ય પદાર્થ નહીં ખવડાવવાને લઈને ઝાલાના જંગલમાં ચેતવણી સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
એ છતાં આપણ શ્યામ રંગીલાએ નીલગાયને ખાદ્ય પદાર્થ ખવડાવ્યો. હવે શ્યામ રંગીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોપી કરવાને લઈને પણ નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ટાઇગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન મોદી કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઇગર રિઝર્વની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે યુનિક ગેટઅપમાં જંગલ સફારીનો આનંદ ઉઠાવ્યો હતો. એ જ રીતે શ્યામ રંગીલા પણ જયપુરના ઝાલાના જંગલ પહોંચી ગયો.
જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફારીની તસવીર વાયરલ થઈ હતી (જેમાં તે ટોપી, ચશ્મા પહેરીને નજરે પડ્યા), બરાબર એજ ગેટઅપમાં શ્યામ રંગીલાએ પણ શૂટિંગ કરી. જેમાં તસવીર અને વીડિયો વાયરલ થઈ ગયા, પરંતુ તેમાં કેટલાક વીડિયો અને તસવીર નીલગાયને ખોરાક ખવડાવવાના પણ હતા, તો વિવાદ ઊભો થઈ ગયો. ફોરેસ્ટ ઑફિસરના જણાવ્યા મુજબ, શ્યામ રંગીલાએ આ કૃત્યથી ન માત્ર વન્યજીવ ગુનો કર્યો છે, પરંતુ તેણે વીડિયો શૂટ પ્રસારિત કરીને અન્ય લોકો પણ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેર્યા છે.
એવામાં આ પ્રકરણમાં તપાસ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે શ્યામ રંગીલાને સોમવારે કાર્યાલય ક્ષેત્રીય વન અધિકારી જયપુરમાં હાજર રહેવું પડશે. જો નક્કી સમય પર શ્યામ રંગીલા ઉપસ્થિત નહીં થાય તો અગાળ તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે ઘણા ટી.વી. શૉઝમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિત ઘણા રાજનેતાઓની મિમિક્રી કરીને ચર્ચા મેળવનાર રાજસ્થાનનો જાણીતો કલાકાર શ્યામ રંગીલા પહેલા પણ ચર્ચામાં રહી ચૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp