4 વર્ષથી લોકસભા ક્ષેત્રમાં નથી ગયા સની દેઓલ, શૂટિંગ કરે છે, સભ્યતા રદ્દ કરવા માગ

PC: twitter.com

ફિલ્મ એક્ટર સની દેઓલે જ્યારે વર્ષ 2019માં પોતાના રાજનૈતિક સફરની શરૂઆત કરી, ત્યારે લોકોની મોટી સંખ્યા એવી હતી, ત્યારે સની દેઓલમાં રિયલ હીરો નજરે પડ્યા હાતો. સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના ગુરદાસપુર લોકસભા સીટ પરથી નસીબ અજમાવી જોયું અને જનતાએ પણ તેને નિરાશ ન કાર્યો. ગુરદાસપુરની જનતાએ 84,000 વૉટથી વધુ અંતરથી ભારે જીત હાંસલ કરવાનો આશીર્વાદ આપીને સની દેઓલને લોકસભામાં મોકલ્યા.

લોકોને આશા હતી કે, વિનોદ ખન્નાની જેમ સની દેઓલ પણ ક્ષેત્રના વિકાસ માટે કંઇક અલગ કરશે. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા વિસ્તારની જનતાને મોટા મોટા વાયદા કર્યા, પરંતુ વાયદા પૂરા કરવાનું તો દૂર, તેઓ જીત બાદ ફરીને ગુરદાસપુર પણ ન ગયા. તેને લઇને જનતામાં આક્રોશ વધી રહ્યો છે. સની દેઓલના ક્ષેત્રથી સતત ગાયબ રહેવા અને લોકસભાથી પણ દૂર રહેવાને લઇને હવે વિરોધી પણ મુદ્દો બનાવવા લાગ્યા છે. ગુરદાસપુરના મોહલ્લા સંત નગરના રહેવાસી અમરજોત સિંહે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખી છે.

જેમાં તેણે જણાવ્યું છે કે, સની દેઓલ લગભ છેલ્લા 4 વર્ષથી પોતાના લોકસભા ક્ષેત્રથી ગેરહાજર છે. ગુરદાસપુરની જનતાએ તેમને ખૂબ આશા સાથે ચૂંટ્યા હતા. અમરજોતે લખ્યું કે, તેઓ ગુરદાસપુરના લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા નિષ્ફળ રહ્યા છે. તેમણે માગ કરી છે કે એવા ગેરજવાબદાર લોકસભાના સભ્યને ન તો પદ પર બન્યા રહેવાનો અધિકાર છે અને ન તો સરકારી વેતન અને અન્ય ભથ્થાઓ સાથે સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવાની. અમરજોતે સ્પીકરને સની દેઓલની લોકસભાની સભ્યતા રદ્દ કરવા અને વેતન ભથ્થું બંધ કરવાની માગ કરી છે. સરકારી સુવિધાઓ પછી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ગુરદાસપુરના સાંસદ સની દેઓલ ચૂંટણી બાદ પાછા ન આવવાને લઇને લોકો પહેલા પણ વિરોધ કરી ચૂક્યા છે. અહીં સની દેઓલ ગુમ થનારા પોસ્ટર પણ લાગી ચૂક્યા છે. ગત દિવસોમાં કોઇએ તેને લઇને રાષ્ટ્રપતિને પણ ચિઠ્ઠી લખી દીધી હતી. કોઇએ રાષ્ટ્રપતિને ચિઠ્ઠી લખીને સની દેઓલની લોકસભા સભ્યતા રદ્દ કરવાની માગ કરી હતી. સની દેઓલ હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ગદર એક પ્રેમ કથા-2ના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp