સુકેશે જેકલીનને આપી હોળીની શુભકામના, કહ્યું- હું તારા માટે કોઈપણ હદ સુધી જઈશ

200 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલામાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસને લેટર લખીને હોળીની શુભકામના પાઠવી છે. આ લેટરમાં તેણે લખ્યું- હું સૌથી શાનદાર, અમેઝિંગ અને બ્યૂટિફુલ વ્યક્તિ જેકલીનને હોળીની શુભકામનાઓ આપુ છું. રંગોના આ તહેવાર પર હું વાયદો કરું છું કે, જે રંગ ફીકા પડી ગયા છે અથવા તો ગાયબ થઈ ગયા છે, તે 100 ગણા થઈને તારી પાસે પાછા આવશે.

સુકેશે લખ્યું- હું સૌથી પહેલા મીડિયા ફ્રેન્ડ્સનો તેમના સપોર્ટ માટે અને હંમેશાં મારું વર્ઝન સામે લાવવા બદલ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ જેકલીન માટે લખ્યું- બેબી ગર્લ તું જાણે છે કે હું તારા માટે કોઈપણ હદ સુધી જઈશ. હું તને પ્રેમ કરું છું બેબી, હંમેશાં હસતી રહેજે. તું ખૂબ જ સારી રીતે જાણે છે કે તું મારા માટે શું છે અને કેટલું મહત્ત્વ ધરાવે છે. લવ યુ માય પ્રિન્સેસ. મારી બી, મારી બોમ્મા, મારો પ્રેમ, મારી જેકી- હું તને ખૂબ જ મિસ કરું છું.

સુકેશે પરિવાર, સમર્થકો, ફ્રેન્ડ્સ, હેટર્સ, દુશ્મનો અને પોતાની લીગલ ટીમને હોળીની શુભકામનાઓ આપી. આ લેટર સુકેશે પોતાના એડવોકેટના માધ્યમથી મોકલ્યો છે. જેમા તેણે મંડોલી જેલનું એડ્રેસ લખ્યું છે. સુકેશે આ પહેલા વેલેન્ટાઇન ડે પર પણ જેકલીનને વિશ કર્યું હતું.

આ અગાઉ લેટર લખીને આરોપો લગાવતો રહ્યો છે સુકેશ

પહેલી ચિઠ્ઠીઃ 7 ઓક્ટોબરે સુકેશે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પહેલી ચિઠ્ઠી લખી હતી, જે 1 નવેમ્બરે સામે આવી. તેમા સુકેશે કહ્યું કે, જેલમાં સુરક્ષા અને સુવિધાના નામ પર જૈને 10 કરોડ વસૂલ્યા હતા. સુકેશે કહ્યું કે, તેણે AAPને પણ 50 કરોડ રૂપિયા આપ્યા હતા અને બદલામાં પાર્ટીએ દક્ષિણ ભારતમાં જવાબદારી સોંપવાનો વાયદો કર્યો હતો.

બીજી ચિઠ્ઠીઃ 5 નવેમ્બરે સુકેશની બીજી ચિઠ્ઠી સામે આવી હતી. 3 પાનાની આ ચિઠ્ઠીમાં સુકેશે લખ્યું- હું જો ઠગ છું તો કેજરીવાલ મહાઠગ છે. તેમણે રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ રૂપિયા માંગ્યા હતા. કેજરીવાલના નિર્દેશ પર મેં કૈલાશ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસ પર જઈને 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

ત્રીજી ચિઠ્ઠીઃ 7 નવેમ્બરે સુકેશની ત્રીજી ચિઠ્ઠી સામે આવી હતી. આ ચિઠ્ઠીમાં સુકેશે દાવો કર્યો કે, મંત્રી સત્યેન્દ્ર જૈન અને જેલ DG સંદીપ ગોયલ તરફથી તેને ધમકી મળી રહી છે. જેલમાં તેના જીવને જોખમ છે. તેમા આમ આદમી પાર્ટી અને તેની વચ્ચે લેવડ-દેવડની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી. સાથે જ LG પાસે મામલામાં CBI તપાસની માંગ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.