વીર સાવરકર પર બનેલી ફિલ્મનો નેતાજી સુભાષના પરિવારે કર્યો વિરોધ

PC: timesofindia.indiatimes.com

રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝે ફિલ્મના ટીઝર સામે વાંધો ઉઠાવ્યો છે. વાસ્તવમાં, ટીઝરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, શહીદ ભગત સિંહ અને ખુદીરામ બોઝ પણ વીર સાવરકરની વિચારધારાથી પ્રેરિત હતા. TMC નેતા સૌગત રોયે પણ આના પર સવાલ ઉઠાવ્યા છે.

ફિલ્મના ટીઝર પર ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે ન દર્શાવવા જોઇએ. ફિલ્મની અંદર અન્ય સ્વાતંત્રય સેનાનીને બદલે માત્ર સાવરકર પર જ ફોકસ કરવાની જરૂર હતી, તો મોટા પડદાં પર તેમની પર્સનાલિટી ઉભરીને આવતે. સાવરકરની ફિલ્મમાં સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, ભગતસિંહ કે અન્ય ફ્રીડમ ફાઇટર્સની વાત લાવવાની જરૂર નહોતી.

ચંદ્રકુમાર બોઝ

ANI સાથે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે કહ્યું, સાવરકરની વિચારસરણી, તેમના વિચારો બધા કરતા અલગ હતા. સાવરકર હિન્દુત્વ વિચારધારાના સમર્થક હતા અને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હતા. પરંતુ, નેતાજી હિંદુ મહાસભાના વિરોધી હતા. પરંતુ, નેતાજી કોઈ વિશેષ ધર્મમાં નહિ પરંતુ બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ રાખતા હતા.

તેમણે ટીઝરમાં કરવામાં આવેલા દાવાને રદિયો આપતા કહ્યું હતું કે, મારા દાદાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ માનતા હતા અને દેશબંધુ ચિતરંજનદાસને પોલિટકલ મેન્ટર માનતા હતા. સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રએ ફિલ્મ મેકર્સને કહ્યું કે જો ફિલ્મમાં તથ્યોની સાથે છેડછાડ કરીને બતાવવામાં આવશે તો એ દેશની 140 કરોડ જનતા તમારા વિરોધમાં આવી જશે. કોઇ પણ ડાયરેક્ટરને ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.

હકીકતો ક્યારેય બદલાતી નથી, ફક્ત તેનો અર્થ બદલાઈ શકે છે, તેથી અભિનેતાઓ અને દિગ્દર્શકોની જવાબદારી છે કે તે ફિલ્મને એવી રીતે રજૂ કરે કે કોઈ તથ્યોને ખલેલ ન પહોંચે.

વીર સાવરકરની 140મી જન્મજયંતિના અવસર પર રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. તેણે લખ્યું- એક ભારતીય જે બ્રિટિશ સરકારની નજરમાં મોસ્ટ વોન્ટેડ બની ગયા હતા, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને ભગત સિંહના પ્રેરણાસ્ત્રોત હતા. વીર સાવરકારની ન સાંભળેલી સ્ટોરી સ્વાતંત્ર્ય વીર સાવરકર ફિલ્મ જુઓ.

આ ટ્વીટના જવાબમાં ચંદ્ર કુમાર બોઝે લખ્યું કે, માફ કરશો પરંતુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ બ્રિટિશ સરકારની નજરમાં મોસ્ટ વોન્ટેડ હતા. તે એકમાત્ર ફ્રન્ટ લાઇન નેતા હતા જેમની સામે બ્રિટિશ સરકારે શૂટ એટ સાઇટનો આદેશ આપ્યો હતો.

તેમણે દેશની આઝાદી માટે 18 ઓગસ્ટ 1947ના રોજ પોતાનો જીવ આપ્યો હતો. જો તમે સાવરકરનો આદર કરો છો તો ઈતિહાસ સાથે રમત કરશો નહીં. રણદીપ હુડ્ડા પણ આ ફિલ્મના  દિગ્દર્શક તરીકે પદાર્પણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp