દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 'કાશ્મીર ફાઇલ્સ' બેસ્ટ ફિલ્મ, અનુપમ ખેરને આ ઍવોર્ડ

PC: twitter.com

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ આ પુરસ્કાર આતંકવાદના તમામ પીડિતો અને દેશના લોકોને સમર્પિત કર્યો. રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના અદભૂત યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રણબીરને બેસ્ટ એક્ટર અને આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

2022માં આવેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં મોટી જીત મેળવી છે. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા મહાન કલાકારોથી સજેલી આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ ગૂડ ન્યૂઝ શેર કર્યા છે.

વિવેક અગ્નિહોત્રીએ એવોર્ડ નાઈટનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. તેમણે આ એવોર્ડ આતંકવાદનો ભોગ બનેલા તમામ લોકો અને દેશના લોકોને સમર્પિત કર્યો છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે. કાશ્મીર ફાઇલ્સ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજકીય પક્ષોએ તેને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી. કાશ્મીરી પંડિતોની પીડા દર્શાવતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ભારતમાં તેનું લાઇફ ટાઇમ કલેક્શન 252.90 કરોડ હતું. જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 340.92 કરોડની કમાણી કરી હતી. ઓછા બજેટમાં બનેલી, ધ કાશ્મીર ફાઇલ્સ 2022ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

દાદા સાહેલ ફાળકે ઇટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ 2023માં ધ કાશ્મીર ફાઇલ્સ ઉપરાંત કોનો ડંકો વાગ્યો છે એની યાદી પણ જોઇ લઇએ.

RRR - ફિલ્મ ઓફ ધ યર,કાશ્મીર ફાઇલ્સ - શ્રેષ્ઠ ફિલ્મ,આલિયા ભટ્ટ – શ્રેષ્ઠ અભિનેત્રી (ગંગુબાઈ કાઠિયાવાડી),રણબીર કપૂર - શ્રેષ્ઠ અભિનેતા (બ્રહ્માસ્ત્ર ભાગ 1),વરુણ ધવન - શ્રેષ્ઠ અભિનેતા વિવેચક (ભેડિયા),રિષભ શેટ્ટી - શ્રેષ્ઠ આશાસ્પદ અભિનેતા (કાંતારા),અનુપમ ખેર - મોસ્ટ વર્સેટાઇલ એક્ટર (ધ કાશ્મીર ફાઇલ્સ),રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ - શ્રેષ્ઠ વેબ સિરીઝ,અનુપમા – ટીવી સિરીઝ ઑફ ધ યર,તેજસ્વી પ્રકાશ - શ્રેષ્ઠ ટીવી અભિનેત્રી (નાગિન 6),ઝૈન ઇમામ - શ્રેષ્ઠ ટીવી અભિનેતા (ફના-ઇશ્ક મેં મરજાવાં}નોસમાવેશ  થાય છે.

સુપ્રસિદ્ધ અને એવરગ્રીન બ્યૂટી રેખાને ફિલ્મ ઉદ્યોગમાં તેમના અભૂતપૂર્વ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ નાઈટમાં પહોંચેલા આ વિજેતાઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp