ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટરને મળી જાનથી મારવાની ધમકી, કહ્યું- ઘરમાં ઘૂસીને...

PC: amarujala.com

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે, જેના દ્વારા તેણે કહ્યું છે કે, ફિલ્મ 'પઠાણ'ને સપોર્ટ કરનારા લોકો સતત તેને મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી છેલ્લા કેટલાક દિવસોથી સતત 'પઠાણ' પર નિવેદન આપી રહ્યા છે, જેના કારણે લોકો તેને ઘેરી રહ્યા છે.

તાજેતરમાં જ શાહરૂખ ખાને પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર નેગેટિવિટી વધી છે પરંતુ પોઝિટિવ લોકો તેમનું કામ કરી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાનના આ નિવેદનને લઈને બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ચાહકો પર નિશાન સાધ્યું છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં અભિનેતાના ચાહકોએ શાહરૂખ ખાનના નામે એકાઉન્ટ બનાવીને વિવેકની ટીકા કરી હતી. આ સ્ક્રીનશોટમાં કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રી માટે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. એક ચાહકે તો વિવેકને જાનથી મારી નાખવા સુધીની ધમકી પણ આપી દીધી.

શાહરૂખ ખાનના એક ચાહકે લખ્યું કે શોધી રહ્યો છું હું તને, ઘરમાં ઘૂસીને તને ઉડાવી દઈશ. જસ્ટ વૉચ અથવા તારી લેટેસ્ટ ટ્વીટ ડીલિટ કર. આ ધમકી બાદ સોશિયલ મીડિયા પર બે પ્રકારના ગ્રુપ બની ગયા. એક ગ્રુપના લોકો વિવેકને સપોર્ટ કરતા જોવા મળ્યા તો બીજા ગ્રુપના લોકોએ વિવેક અગ્નિહોત્રીને જોરદાર ટ્રોલ કર્યો. તમને જણાવી દઈએ કે, વિવેક અગ્નિહોત્રી હાલમાં તેમની ફિલ્મ 'ધ વેક્સીન વોર' પર કામ કરી રહ્યા છે.

વિવેક અગ્નિહોત્રી આ ધમકી પર ચૂપ ન બેઠા અને ડાયરેક્ટરે પલટવાર કરતા આવા તમામ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા. આટલું જ નહીં, 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટરે શાહરૂખ ખાનને ટોણો મારતા તેના સ્ટેટમેન્ટને ફરી દોહરાવ્યુ અને કહ્યું કે બાદશાહ તમે સાચા હતા, સોશિયલ મીડિયા પર ઘણી નેગેટિવિટી ફેલાયેલી છે પરંતુ, અમે લોકો પોઝિટિવ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp