'ગદર'ની શખીના 46 વર્ષની ઉંમરે બની સોશિયલ મીડિયા સેન્સેશન
આજે અમીષા પટેલ કોઈ પરિચયની કોઈ જરૂર નથી. ઋતિક રોશન સાથે વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી તેને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પછી, તે 'ગદર' અને 'હમરાઝ' જેવી ઘણી ફિલ્મોમાં તેનો જલવા દેખાડ્યો છે.
અમીષા પટેલે પડદા પર પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા હતા. તો સામયની સાથે જ અમીષા પટેલની સુંદરતામાં પણ વધારો થયો છે. આજે અમીષા પટેલની ઉંમર 46 વર્ષ છે, પરંતુ આ ઉંમરે પણ તે આગ લગાવવાનું કામ કરે છે.
અમીષા પટેલ સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહે છે અને તેના ફોટા અને રીલ વિડીયો દ્વારા લોકો પર તેની સુંદરતાનો જાદુ ચાલાવતી રહે છે. 46 વર્ષની ઉંમરમાં પણ અમીષા ખૂબ જ હોટ લુક ફ્લૉન્ટ કરે છે.
અમીષા પટેલની આ તસવીરોમાં જોઈ શકાય છે કે તે પોતાના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરી રહી છે. પોતાના લુકથી આજના સમયમાં અમીષા સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
અમીષા પટેલની લવ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. રિપોર્ટ્સ અનુસાર કરિયરની શરૂઆતમાં બોલિવૂડ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે તેની નિકટતા વધી ગઈ હતી. કહેવાય છે કે બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે વિક્રમ ભટ્ટ પહેલેથી જ પરિણીત હતા, જેના કારણે અભિનેત્રીના પરિવારજનો આ સંબંધ માટે સહમત ન હતા.
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પણ અમીષા પટેલની ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી. અભિનેત્રીને 46 લાખથી વધુ લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, જે તેના ફોટા અને વીડિયો પર ઘણો પ્રેમ વરસાવે છે.
જો વાત અમીષા પટેલની પ્રોફેશનલ લાઈફ વિશે કરીએ તો ટૂંક સમયમાં જ તે ફરી એકવાર સ્ક્રીન દ્વારા લોકો પર પોતાનો જાદુ કરવા જઈ રહી છે. અમીષા પટેલ સની દેઓલ સાથે તેની સુપરહિટ ફિલ્મ 'ગદર'ની સિક્વલમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp