દીપિકા પ્રેઝેન્ટ કરશે ઓસ્કર એવોર્ડ્સ, ભારતીય ફિલ્મો છે રેસમાં

દીપિકા પાદુકોણના ખાતામાં વધુ એક ઉપલબ્ધિ આવી છે. દીપિકા આ વખતે ઓસ્કર એવોર્ડ્સ પ્રેઝેન્ટ કરશે. આ જાણકારી દીપિકાએ જાતે શેર કરી છે. આ ત્રીજો અવસર હશે જ્યારે કોઈ ભારતીય ઓસ્કર એવોર્ડ્સ પ્રેઝેન્ટ કરશે. આ પહેલા 2016માં પ્રિયંકા ચોપડા અને 1980માં પૂર્વ મિસ ઈન્ડિયા પર્સિસ અંબાટા ઓસ્કર એવોર્ડ્સમાં પ્રેઝેન્ટરના રૂપમાં સામેલ થઈ ચુકી છે. ઓસ્કર એવોર્ડ્સ અમેરિકામાં 12 માર્ચની રાત્રે આપવામાં આવશે. ભારતીય સમયાનુસાર, 13 માર્ચની સવારે 5.30 વાગ્યે એવોર્ડ સેરેમની શરૂ થશે.
દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઓસ્કર 2023 હેશટેગ સાથે એક લિસ્ટ શેર કર્યું છે, જેમા તેની સાથે તમામ પ્રેઝેન્ટરના નામ સામેલ છે. દીપિકા ઉપરાંત આ ફંક્શનને રિઝ એહમદ, એમિલી બ્લંટ, ગ્લેન ક્લોઝ, જેનિફર કોનેલી, એરિયાના ડીબોસ, સેમુઅલ એલ જેક્શન, ડ્વેન જોનસન, માઇકલ બી જોર્ડન, ટ્રોય કોત્સુર, જોનાથન મેજર્સ, મેલિસા મેક્કાર્થી, જેનેલ મોનાએ, ક્વેસ્ટલોવ, જો સલદાના અને ડોની યેન જેવા એક્ટર્સ પણ પ્રેઝેન્ટ કરશે.
દીપિકા પાદુકોણે ગત વર્ષે FIFA વર્લ્ડ કપની ટ્રોફી રિવીલ કરી હતી. આવુ કરનારી તે પહેલી ભારતીય હતી. દીપિકા અને સમગ્ર ભારત માટે તે ખૂબ જ ગૌરવશાળી પળ હતી, આવુ એટલા માટે કારણ કે, ફુટબોલ વર્લ્ડ કપ પર સમગ્ર દુનિયાની નજરો રહે છે. તેની ટ્રોફીને હાથ લગાવવાનો અધિકાર પણ કેટલાક પસંદ કરાયેલા લોકોને જ હોય છે. તેમજ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને જ્યૂરી મેમ્બર તરીકે સામેલ કરવામાં આવી હતી.
આ વખતે ઓસ્કર એવોર્ડ્સ ઘણા અર્થમાં ખાસ થવાનો છે. ભારતને આ વખતે ત્રણ નોમિનેશન મળ્યા છે. ફિલ્મ ‘RRR’ ના સોંગ નાટૂ-નાટૂને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. તેમજ ‘ઓલ ધેટ બ્રીથ્સ’ને બેસ્ટ ડોક્યૂમેન્ટરી ફીચર અને ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યૂમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરી અંતર્ગત નોમિનેશન મળ્યું છે.
તેમાંથી નાટૂ-નાટૂ સોંગ પાસે ઘણી આશાઓ છે કારણ કે, તેણે હાલમાં જ ગોલ્ડન ગ્લોબ અને હોલિવુડ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.
View this post on Instagram
હાલ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ પોતાની તાબડતોડ કમાણીને લઈને ચર્ચામાં છે. દરમિયાન દીપિકા ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતી જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ઓરેન્જ અને બ્લૂ સ્પોર્ટ્સ ટી-શર્ટમાં દેખાઈ રહી છે. આ સાથે જ તેણે મેચિંગ કેપ પહેરી છે અને ગોગલ્સ પણ પહેર્યા છે. વીડિયોમાં દીપિકાને ફ્લાઇટની ગેલેરીમાં તમામ યાત્રીઓ વચ્ચેથી ચૂપચાપ નીકળતા જોઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp