મિથિલામાં 'સીતા'ને મળ્યું એટલું માન કે, અભિનેત્રી રડવા લાગી

PC: livehindustan.com

રામાનંદ સાગરની 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાને આજે પણ લોકો એ જ રૂપમાં જોઈ રહ્યા છે. અભિનેત્રીએ પોતે ઘણી વખત તેનાથી જોડાયેલી વાતો શેર કરી ચુકી છે. હાલમાં જ દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બીજી એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે મિથિલામાં છે અને લોકો તેને ઘણું વધારે સન્માન આપી રહ્યા છે. મિથિલાથી વિદાય લેતી વખતે ત્યાંના લોકોએ તેના પર ભરપૂર પ્રેમ વરસાવ્યો, જેને જોઈને તે પોતે પણ ભાવુક થઈ ગઈ.

તેનો વીડિયો દીપિકા ચિખલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે મિથિલામાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકો તેના પર કેવી રીતે પ્રેમ વરસાવી રહ્યા છે. ત્યાંના લોકોએ તેને એવો અહેસાસ કરાવ્યો કે, જાણે તે ખરેખર મિથિલાની જ દીકરી હોય. એક માતાની જેમ જ એક મહિલા ધાર્મિક વિધિ કરતી જોવા મળે છે. તે દીપિકાને ભાવનાત્મક રીતે વિદાય આપી રહી છે. તે મહિલાએ અભિનેત્રીની કમર પર કંઈક બાંધ્યું અને પછી ભાવનાત્મક રીતે તેને ગળે લગાવી.

 
 
 
View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

દીપિકાએ બે વીડિયો શેર કર્યા છે. એક વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'મિથિલામાં સીતાજીની વિદાય. તેમણે મને એવું અનુભવવા માટે એ બધું કર્યું કે હું તેમની પુત્રી છું. હું મારી જાતને રામાયણના સમયમાં ખોવાઈ ગઈ.' એક્ટ્રેસના આ વીડિયો પર ઘણા લોકોએ સારી કોમેન્ટ કરી છે.

બીજા વીડિયોમાં દીપિકા પોતે કહી રહી છે કે, આટલો પ્રેમ જોઈને તેને કેવું લાગ્યું. તેણે વીડિયોમાં કહ્યું, 'શું બોલું હું ? અહીં એટલો બધો પ્રેમ આપવામાં આવ્યો છે કે, મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે. મને ખબર નથી કે મારે શું કહેવું. તેમણે મને ખોળામાં મુકવા માટે કંઈક આપ્યું. સાથે પાણી પણ આપ્યું. કારણ કે, કહેવાય છે કે, દીકરી સુકા ગળા સાથે ઘર છોડતી નથી. અને ખાલી ખોળામાં નથી જાતી.'

 
 
 
View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

કારણ કે, તેઓ વિચારે છે કે હું સીતાજી છું. હે ભગવાન..., હું શું કહું. આ વીડિયો પર નીરજ સિંહ મૌર્યએ લખ્યું, 'જય માતા દી. જ્યારે પણ હું તમને જોઉં છું, ત્યારે મારી આંખો તમારા માટે આદરથી ભરાઈ જાય છે. આજે પણ તમે મારા માટે માતા સીતા છો. જય શ્રી રામ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp