હેંગ ઓવર ઉતારવા માટે દીપિકા પાદુકોણ બેગમાં રાખે છે વસ્તુ

PC: patrika.com

બોલીવુડ એક્ટ્રેસ શું કરે છે, શું ખાય છે આ વાતને જાણવામાં દરેકને રસ હોય છે. પરંતુ ચાહકો હંમેશાં સૌથી વધુ એ વાત જાણવામાં રસ રાખે છે કે, આખરે તેમની ફેવરેટ એક્ટ્રેસ પોતાની બેગમાં શું સામાન કેરી કરે છે. વાત જ્યારે બોલીવુડની ટોપ મોસ્ટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની (Deepika Padukone) હોય તો એ જાણવું તો બને જ છે કે, આખરે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની બેગમાં શું-શું સામાન રાખે છે.

દીપિકા પાદુકોણે (Deepika Padukone) એક ઇન્ટરવ્યૂમાં 'What's in my bag' સેશનમાં જણાવ્યું કે, આખરે તેની બેગમાં કઈ જરૂરી વસ્તુઓ તે તેની પાસે રાખે છે.

દીપિકા પાદુકોણની બેગમાં હોય છે હેંગઓવર ઉતારવાની ખાસ દવા

દીપિકા પાદુકોણે (Deepika Padukone) જણાવ્યું કે, તે પોતાની બેગમાં હેંગઓવર ઉતારવાની દવા રાખે છે અને તે દવાનું નામ Alka Seltzer છે. હેંગઓવર રિલીફની આ ટેબલેટ હેંગઓવરના લક્ષણોને ઓછા કરે છે, જેમ કે માથું દુખવું, શરીર દુખવું, થકાવટ.

દીપિકા પાદુકોણ (Deepika Padukone) આ ખાસ દવા સિવાય માઉથ ફ્રેશનર, પેન્સિલ અને ડાયરી પણ પોતાની બેગમાં રાખે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, આ તેના માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય દીપિકા પાદુકોણ (Deepika Padukone) હંમેશા પોતાની બેગમાં સેફટી પિન્સ અને બેન્ડેજ પણ કેરી કરે છે. જોકે અમે તો તમને દીપિકાની બેગમાં રહેવા વાળા સામાન વિશે જણાવી દીધું. આશા છે કે તમને જાણીને મજા આવી હશે.

કાન્સમાં દીપિકા ચમકી રહી છે

બોલીવુડની ગોર્જિયસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલના દિવસોમાં કાન્સમાં પોતાનો જલવો બતાવી રહી છે. દીપિકા પાદુકોણના (Deepika Padukone) ઘણા લુક્સ સામે આવી ચૂક્યા છે. એક્ટ્રેસની દરેક શૈલી ચાહકોના દિલોને જીતી રહી છે.  ક્યારેક સિક્વિન સાડી તો ક્યારેક લાલ ગાઉન, દીપિકા પાદુકોણે (Deepika Padukone) પોતાના દરેક લુકથી ચાહકોને દંગ કરી દીધા. કહેવું પડશે એક્ટિંગથી લઇને ફેશન સુધી દરેક વસ્તુમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) નંબર વન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp