હૉટલ રૂમમાં ઘૂસતા જ સૌથી પહેલા આ કામ કરે છે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણની ફિલ્મોમાં તો અંદાજ અલગ જ હોય છે, પરંતુ રિયલ લાઇફમાં પણ તેનો અંદાજ એકદમ નિરાળો છે. કેવી રીતે? ડ્રેસિંગ સેન્સથી લઈને સ્ક્રિપ્ટ ચોઈસ તો દરેક સ્ટારની હોય જ છે, પરંતુ દીપિકા પાદુકોણને અલગ બનાવે છે તેની દરેક વાતમાં ચૂઝી હોવાનું. દીપિકા પાદુકોણે હાલમાં જ રીવિલ કર્યું કે, તે જ્યારે પણ બહાર રોકાય છે તો હૉટલના રૂમમાં ઘૂસતાની સાથે જ એક ખાસ વસ્તુ કરે છે, જે તેની આદતમાં જ સામેલ છે. દીપિકા પાદુકોણને પોતાની હિસાબે વસ્તુ સેટ કરવાની ટેવ છે, એવામાં તે પોતાને હોમ ફિલ કરાવવા માટે હૉટલમાં પણ કંઈક આ પ્રકારના કામ કરી નાખે છે.
કર્લી ટેલ્સ મુજબ, દીપિકા પાદુકોણ બતાવે છે કે તે રૂમનો ફેંગ શૂઈ બદલે છે. રૂમમાં જે ઘણી બધી વસ્તુ હોય છે જે મને બેઝિકલી જોવામાં સારી લાગે છે તો હું તેને તેની જગ્યાથી હટાવીને કોઈક એવી જગ્યા પર રાખી દઉં છું, જ્યાંથી તે મને નજરે ન પડે. આ એ વસ્તુઓ હોય છે જે મારી એનર્જી લેવલ સુધી રીચ કરતી નથી. આ કામ હું ત્યારે જ શરૂ કરી દઉં છું, જેવી જ હું રૂમમાં ચેક ઇન કરું છું.
શું છે ફેંગ શૂઈ?
ફેંગ શૂઈ અંગ્રેજીનો એક શબ્દ છે જે બે શબ્દોથી બનેલો છે, જેનો અર્થ થાય છે હવા અને પાણી. ફેંગ શૂઈને ધ્યાનમાં રાખીને કોઈ પણ વસ્તુ ઘરની અંદર રાખવાથી વાસ્તુ દોષ સંબંધિત વસ્તુઓ કપાય છે. એવામાં પરેશાનીઓનો અંત થઈ જાય છે. એવામાં દીપિકા પાદુકોણ પણ આ ફેંગ શૂઈમાં ખૂબ માને છે અને તેને હંમેશાં ફોલો કરે છે. દીપિકા પાદુકોણે જણાવ્યું કે, તે ખૂબ જ સિસ્ટમેટિક છે, તે પોતાની સાથે હંમેશાં એક સૂટકેસ સાથે લઈને ચાલે છે. જેમાં તેનો એ બધો સામાન હોય છે, જેની તેને જરૂરિયાત પડતી રહે છે.
દીપિકા પાદુકોણ જ્યારે પણ એરપોર્ટ પર નજરે પડે છે એકદમ ટિપટૉપ લાગે છે. એક રિપોર્ટ મુજબ આ એરપોર્ટ લુક માટે પણ તેનો સ્ટાફ ખૂબ મહેનત-પરિશ્રમ કરે છે. દીપિકા પાદુકોણ બતાવે છે કે તેની પાછળ ખૂબ મહેનત થાય છે. દીપિકા પદુકોણના ફેન્સ એ જાણીને હેરાની થશે કે એરપોર્ટ લુકની ચર્ચા થાય એટલે શાનદાર પસંદગી સાથે એક્ટ્રેસનો ડ્રેસ તૈયાર કરવામાં આવે છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું પોતાના એરપોર્ટ લુક ને એડવાન્સમાં પ્લાન કરીને ચાલુ છું. હું જાણું છું કે હું ક્યાં જઈ રહી છું, તો એ હિસાબે લુક કાઢવામાં આવે છે. હું કમ્ફોર્ટેબલ પણ અનુભવું અને સ્ટાઈલિસ પણ હોય કંઈક એવું કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp