
સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પઠાન’ને દેશ જ નહીં વિદેશોમાં પણ દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ દરરોજ નવી ઊંચાઈઓ પાર કરી રહી છે. રીલિઝના એક મહિના બાદ પણ ફિલ્મનો ફીવર ઓડિયન્સમાં જોવા મળી રહ્યો છે અને તે હજુ પણ ગ્લોબલી કલેક્શન કરી રહી છે. જોકે, ફિલ્મે રીલિઝ પહેલા ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. ‘પઠાન’ના સોંગ બેશર્મ રંગમાં દીપિકા પાદુકોણની ભગવા બિકિની પર બવાલ મચ્યો હતો. આ સમગ્ર વિવાદ દરમિયાન ‘પઠાન’ની લીડ સ્ટારકાસ્ટ ચૂપ રહી હતી. હવે જ્યારે ‘પઠાન’ સુપર સક્સેસફુલ થઈ ચુકી છે તો ફિલ્મની એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ‘પઠાન’ પર થયેલા વિવાદ દરમિયાન ચૂપ રહેવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ઈન્ડિયા ટુડેને આપેલા એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં દીપિકાએ ખુલાસો કર્યો કે શા માટે તે અને શાહરૂખ ખાન ‘પઠાન’ને લઈને થયેલા વિવાદ દરમિયાન શાંત રહ્યા હતા. એક્ટ્રેસે કહ્યું કે, તે બંને એવા લોકો છે જે કમિટમેન્ટ, મહેનત અને વિનમ્રતાને સૌથી ઉપર રાખે છે. સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી આવવાના કારણે તેઓ પેશન્સ રાખવા અંગે ઘણુ બધુ શીખ્યા છે.
દીપિકા પાદુકોણે આગળ કહ્યું, હું અમારા બંને માટે એ કહી શકું છું કે અમે કોઈ બીજી રીત નથી જાણતા. મને લાગે છે કે આ એ જ છે અમારા લોકોના રૂપમાં છે અને જે રીતે અમને અમારા રિસ્પેક્ટિવ ફેમિલી દ્વારા લાવવામાં આવ્યા છે. અમે અહીં (મુંબઈમાં) એકલા જ માત્ર સપના અને ઘણી આશાઓ લઈને આવ્યા હતા. અમે માત્ર કમિટમેન્ટ્સ, હાર્ડ વર્ક અને હ્યુમિનિટી જાણીએ છીએ અને તેણે અમને એ જગ્યા આપી છે જ્યાં અમે આજે છીએ. તેમાંથી ઘણુ એક્સપીરિયન્સ અને મેચ્યોરિટી સાથે આવે છે. અમે બંને એથલીટ રહ્યા છીએ. મને ખબર છે કે, તેઓ સ્કૂલ અને કોલેજમાં સ્પોર્ટ્સ રમતા હતા, ગેમ તમને પેશન્સ વિશે ઘણુ બધુ શીખવી શકે છે.
જણાવી દઈએ કે, ‘પઠાન’ દ્વારા ચાર વર્ષના લાંબા બ્રેક બાદ શાહરૂખ ખાને મોટા પડદા પર કમબેક કર્યું છે. ફિલ્મ YRF સ્પાઇ યૂનિવર્સનો હિસ્સો છે. જેમા સલમાન ખાનની ‘ટાઇગર’, રિતિક રોશનની ‘વોર’ અને હવે શાહરૂખ ખાનની ‘પઠાન’ સામેલ છે. તેમજ, ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ‘પઠાન’એ ભારતમાં 526 કરોડ રૂપિયા અને ગ્લોબલી 1022 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું હિંદી કલેક્શન 508 કરોડ રૂપિયા છે. ફિલ્મ ‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ના હિંદી ભાષામાં 511 કરોડ રૂપિયાના અત્યારસુધીના રેકોર્ડને પાર કરવાની રાહ પર આગળ વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp