26th January selfie contest

'પઠાણ' ફિલ્મ માટે ફેન્સના રિએક્શન જોવા માટે થિયેટર પહોંચી દીપિકા

PC: ndtv.com

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' રીલિઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે. રોજ રોજ ફિલ્મ નવા રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા ચાર દિવસમાં ભારતમાં ફિલ્મે 200 કરોડથી વધારેનો આંકડોં પાર કરી લીધો છે. તો વર્લ્ડવાઈડ તેનું કલેક્શન 400 કરોડ રૂપિયા થઈ ગયું છે. પોતાના ફેન્સના આટલા બધા ફેન્સનો આભાર માનવા માટે શાહરુખ ખાન ક્યારેક ઓનલાઈન તો ક્યારેક મનન્તની બાલ્કનીમાં જોવા મળે છે. જોકે તે મીડિયા ઈન્ટરવ્યુ માટે રાઝી નથી. તે વચ્ચે 'પઠાણ'ની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગઈકાલે મોડી સાંજે એક થિયેટરમાં ગયેલી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દીપિકા પાદુકોણ બાંદ્રા સ્થિત ગેયટી ગેલેક્સી થિયટેરમાં જોવા મળી હતી. આ દરમિયાન તે પઠાણ માટે દર્શકોની પ્રતિક્રિયા જાણવા થિયેટરમાં પહોંચી હતી. જ્યાં તે બ્લેક આઉટફીટમાં એક ટોપી અને માસ્ક સાથે જોવા મળી હતી. જોકે સુરક્ષાકર્મી તેને ફેન્સની ભીડથી બચાવતા જોવા મળ્યા છે. પરંતુ વીડિયોમાં એક્ટ્રેસની આંખો જોઈને લાગે છે કે તે ફિલ્મની સફળતાથી ઘણી ખુશ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પાપારાઝીના આ વીડિયો જોઈને પણ પોતાના પરિવારનું રિએક્શન શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે- તે પોતાનો ચહેરો શા માટે છૂપાવી રહી છે. તો બીજા યુઝરે લખ્યું છે- મને સમજમાં નથી આવી રહ્યું કે મને સમજમાં નથી આવી રહ્યું કે આ દીપિકા પાદુકોણ છે કે રાજ કુંદ્રા. 25 જાન્યુઆરીના રોજ થયેલી ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને ઘણી બબાલ મચી હતી. આ ગીતમાં દીપિકાની ભગવા કલરની બિકીની પહેરવાથી હિંદુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી એવું કહેવામાં આવી રહી છે.

ત્રીજા અન્ય યુઝરે લખ્યું છે- મોંને છૂપાવવું જ હતું તો મીડિયાને શા માટે બોલાવી. જોકે એક્ટ્રેસના ફેન્સ તેના લૂકના પણ વખાણ કરતા જોવા મળ્યા છે. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન અને જ્હોન અબ્રાહમ સ્ટારર 'પઠાણ 'ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. તે એક પછી એક નવા અને જૂના રેકોર્ડ બનાવી રહી છે. એટલું જ નહીં તેણે 'બાહુબલી 2', KGF 2 અને 'દંગલ' જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp