'પઠાણ'ની OTT રીલિઝને લઈને આવ્યું મોટું સ્ટેટમેન્ટ, મેકર્સે કરવા પડશે આ બદલાવ

PC: koimoi.com

દિલ્હી હાઈ કોર્ટે શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'પઠાણ'ની OTT રીલિઝને લઈને કેટલાંક ખાસ નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે યશ રાજ ફિલ્મ્સને કહ્યું છે કે 'પઠાણ'ની OTT રીલિઝ પહેલા તેના માટે એક ઓડિયો ડિસ્ક્રીપ્શન, ક્લોઝ કેપ્શનિંગ અને હિંદી સબટાઈટલ તૈયાર કરે. કોર્ટે આ નિર્દેશ એટલા માટે આપ્યો છે જેથી જોવામાં અને સાંભળવામાં અસક્ષમ લોકો પણ આ ફિલ્મને જોઈ શકે.

જોકે હજુ સુધી એ જાહેરાત નથી કરવામાં આવી કે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ક્યારે રીલિઝ થશે. જ્યાં સુધી ફિલ્મને કયા પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે તો હાલમાં જ એવી ખબરો સાંભળવામાં આવી હતી કે Amazon Prime Videoએ 'પઠાણ'ના OTT રાઈટ્સ ખરીદ્યા છે. માટે આ ફિલ્મને આ જ પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે.

એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખ ખાનની આ ફિલ્મના OTT રાઈટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાયા છે. માલૂમ થાય કે શાહરુખ ખાન આ ફિલ્મ દ્વારા લાંબા સમયના અંતર પછી બોક્સ ઓફિસ પર પાછો ફરી રહ્યો છે. શાહરુખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથેની 'ઝીરો' ફિલ્મમાં જોવા મળ્યો હતો. જોકે તેના પછીથી અત્યાર સુધીમાં તેણે ઘણી ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો છે. પરંતુ લીડ રોલમાં તે ઘણા લાંબા સમય પછી પાછો ફરી રહ્યો છે.

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટીઝર અને ટ્રેલર બંને ઘણું ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરને હાલમાં જ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ એવી દુબઈની બુર્જ ખલિફા પર પણ બતાવવામાં આવ્યું હતું. ફિલ્મને લઈને લોકોમાં ઘણો બઝ જોવા મળી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દમદાર ઓપનિંગ મેળવવામાં સફળ રહેશે.

ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મ રીલિઝ થવા પહેલા જ તેના ગીતના લીધે વિરોધના વંટોળમાં ફસાઈ ચૂકી હતી. જેના પગલે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો હતો અને ઘણી જગ્યાએ ફિલ્મને રીલિઝ થતી અટકાવવાની પણ માંગણી કરવામાં આવી છે. તો હવે જોવું રહ્યું કે શાહરુખ સફળ થાય છે કે પછી આમીર ખાનની જેમ સુપર ફ્લોપ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp