નોટ બંધ કરવાથી ફરી આતંકવાદ વધશે..., RBIના 2000ની નોટ પ્રતિબંધ પર KRKનો કટાક્ષ

PC: jansatta.com

બોલિવૂડની અંદર KRK એક એવો અભિનેતા છે કે, જે દરેક વખતે વિવાદને પોતાની સાથે લઈને જ ચાલે છે. કદાચ એવું લાગે છે કે, એ વિવાદ ઉભો ન કરે તો તેને ચેન પડતું નહિ હોય, પોતે કોઈને કોઈ મોકો શોધતો હોય કે વિવાદ ઉભો થાય કે તેની ચર્ચા થાય, હવે સરકારે ગઈકાલે 2000ની ચલણી નોટ બંધ કરવાનો નિર્ણય લીધો, તો આજે તેણે પોતાના ટ્વિટના માધ્યમથી આ નિર્ણયની કોમેન્ટ પાસ કરી હતી.  

2016ની નોટબંધી બાદ જે 2000ની નોટો છાપી હતી તે હવે બંધ થવા જઈ રહી છે. જે નોટો વિશે દાવો કરવામાં આવ્યો હતો કે, તેમાં એવી ચિપ હશે કે જો કોઈ વ્યક્તિ કાળું નાણું એકત્રિત કરવા માંગશે તો પણ તે કરી શકશે નહીં. ટ્રેકિંગ દ્વારા, શોધવાનું શક્ય બનશે કે નોટો ક્યાં છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

 

શુક્રવારે RBI દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. RBIએ પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, 2000ની નોટો પાછી ખેંચી લેવામાં આવશે. આ માટે જનતાને સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ રશીદ ખાન ઉર્ફે KRKએ પણ આ મામલે કટાક્ષ કર્યો છે. 

લાંબા ટ્વીટમાં KRKએ વરિષ્ઠ પત્રકાર સુધીર ચૌધરી પર કટાક્ષ કર્યો છે. તેણે લખ્યું, 'ભાઈજાન સુધીર ચૌધરી, 2000 રૂપિયાની નોટમાં જે ચિપ છે, તેનાથી જ તો સરકાર તમામ માહિતી મેળવી રહી હતી અને કાશ્મીરમાં આતંકવાદનો અંત આવી ગયો હતો. હવે સરકાર એ નોટને જ બંધ કરી રહી છે. તો ભાઈ આ આતંકવાદ તો ફરી વધી જશે. તો કંઈક કરો ભાઈ, સરકારને આ નોટોને બંધ કરતા રોકો.'

 

અહીં તમને જણાવી દઈએ કે, જ્યારે નવી 2000ની નોટ રજૂ કરવામાં આવી હતી, ત્યારે તેના વિશે ઘણા દાવા કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, માત્ર KRK જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેનો ઉલ્લેખ કરીને પ્રશ્નો પૂછી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, 'ભાઈ તે ચિપ બરાબર કામ કરી રહી ન હતી, તેથી નોટ પાછી માંગી રહ્યા છે.' અન્ય એક યુઝરે KRKની નિંદા કરતા લખ્યું, 'જો કોઈ તમારું બોલવાનું બંધ કરાવી દે તો, ઓછામાં ઓછું અવાજનું પ્રદૂષણ તો ઘટશે. આમ જોવા જઈએ તો, તમારી અંદર પણ બે-ચાર ચિપ્સ ફિટ લાગે છે, તેથી જ તમે આટલા બધા કુદકા મારતાં રહો છો.' 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp