
હાલના દિવસોમાં સુદીપ્તો સેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ખૂબ ચર્ચામાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મની કહાની દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તો આ ફિલ્મ પર રોક વિવાદ વધતો જઈ રહ્યો છે. ભારતમાં થઈ રહેલા વિવાદ વચ્ચે ફિલ્મ વિદેશોમાં પણ રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જ્યારથી સામે આવ્યું છે, ત્યારથી કોઈ તેના પક્ષમાં બોલી રહ્યું છે, તો કોઈ તેનો વિરોધ કરી રહ્યું છે.
કેટલાક રાજ્યોમાં તો ફિલ્મને બેન કરી દેવામાં આવી છે. કેટલાક લોકો આ ફિલ્મને પ્રોપગેન્ડા બતાવી રહ્યા છે, જ્યારે મેકર્સે તેને ખૂબ રિસર્ચ બાદ બનાવી છે. આ દરમિયાન ટી.વી. એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પણ આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ ટ્વીટ કરતા કહ્યું કે, તેને આ ફિલ્મમાં કંઈ પણ આપત્તિજનક લાગ્યું નથી. ઉલ્લેખનીય છે કે, એક ટ્વીટર યુઝરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘મારી સાથે ભણતી મિત્ર નિધિનું ઇન્ટરફેથ અફેર હતું. તેણે પોતાના બોયફ્રેન્ડને પોતાની સાથે કેરળ સ્ટોરી જોવા કહ્યું.
Its not always like that. My husband is a muslim & came with me to watch the movie & he appreciated it. He neither took it as an offence nor he felt it was against his religion. And i feel thats how every indian should be like. #TheKeralaStory https://t.co/Qr0NSd87X1
— Devoleena Bhattacharjee (@Devoleena_23) May 13, 2023
તે ન માત્ર માન્યો, પરંતુ તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો અને તેના પર ઇસ્લામોફોબિયા હોવાનો આરોપ લગાવ્યો. તે ડરી ગઈ અને પોતાના બોયફ્રેન્ડને પૂછ્યું કે તે આટલો અકડુ કેમ છે અને જ્યારે તે એક મુસ્લિમને ડેટ કરી રહી છે તો તે ઇસ્લામોફોબિક કેવી રીતે હોય શકે છે. તેના બોયફ્રેન્ડે જવાબ આપ્યો કે, જો તે ઇસ્લામોફોબિક નથી તો તેણે ઇસ્લામ કબૂલી લેવો જોઈએ અને તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. તે આ વાતથી સહમત થઈ ગઈ, પરંતુ તે અત્યારે પણ ફિલ્મ જોવા માગતી હતી. તો તે મારા મિત્ર સાથે ફિલ્મ જોવા જતી રહી.
ફિલ્મના બરાબર બાદ તેણે પોતાના બોયફ્રેન્ડને ફોન કર્યો અને બ્રેકઅપ કરી લીધું. કેરળની કહાનીનો સમાજ પર આ જ પ્રભાવ પડી રહ્યો છે. એટલે તે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માગે છે. બધા જાગૃત થઈ રહ્યા છે. આ યુઝરને જડબાતોડ જવાબ આપતા દેવોલીના ભટ્ટાચાર્જીએ લખ્યું કે, ‘હંમેશાં એમ થતું નથી. મારો પતિ એક મુસ્લિમ છે અને મારી સાથે ફિલ્મ જોવા આવ્યો અને તેણે વખાણ કર્યા. તેણે તેને ન તો ગુનાના રૂપમાં લીધી અને ન તો તેને લાગ્યું કે આ તેના ધર્મ વિરુદ્ધ છે અને મને લાગે છે કે દરેક ભારતીયને એવું જ હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, દેવોલીના ભટ્ટાચાર્જીએ 14 ડિસેમ્બર 2022ના રોજ જિમ ટ્રેનર શાહનવાજ શેખ સાથે લગ્ન કર્યા હતા. દેવોલીના અને શાહનવાઝ શેખના લગ્નએ ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. હવે એક્ટ્રેસે પોતાના પતિના વખાણ કર્યા છે અને તેના દ્વારા એમ પણ કહ્યું છે કે બધા મુસ્લિમ એક જેવા હોતા નથી. એક્ટ્રેસની આ ટ્વીટ પર સોશિયલ મીડિયાના એક યુઝરે કહ્યું કે, તે તેની સાથે 4-5 વાત કરશે કેમ કે તેની સાથે પણ એવું જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp