ચહલની પત્ની ધનશ્રીનો ડાન્સ વીડિયો વાયરલ, બોલ્ડ અવતારમાં જોવા મળી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલના દિવસોમાં ક્રિકેટથી દૂર છે અને તે પત્ની ધનશ્રી વર્મા સાથે ક્વાલિટી ટીમે સ્પેન્ડ કરી રહ્યો છે. ફેન્સને તેની જાણકારી ધનશ્રી વર્મા તરફથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોથી મળી છે. વીડિયોમાં ધનશ્રી વર્મા બિકિનીમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે. તેની સાથે યુઝવેન્દ્ર ચહલ પણ છે. તે પણ તેની સાથે શર્ટલેસ ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. ધનશ્રી વર્મા કોઇ અન્ય વ્યક્તિ સાથે પણ ડાન્સ કરતી નજરે પડી રહી છે.

ધનશ્રી વર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થોડી જ વારમાં વાયરલ થઇ ગયો છે. કેટલાક લોકો તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકોને ધનશ્રી વર્માનું બિકિનીમાં કોઇ અન્ય વ્યક્તિ સાથે ડાન્સ કરવાનું પસંદ આવી રહ્યું નથી. તેમણે ધનશ્રીને આ પ્રકારના વીડિયો પોસ્ટ ન કરવાની સલાહ આપી છે. કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ધનશ્રી વર્માની આ પોસ્ટ પર ગમે તેવી કમેન્ટ કરી રહ્યા છે. arnica_motaએ લખ્યું કે, ‘ઉર્ફી જાવેદ ન બન વધારે.’ sritejasvi_1208એ લખ્યું કે, ‘શું તે ક્યારે બીજા ક્રિકેટર્સની પત્નીને જોઇ છે કે તે પોતાના પતિ સિવાય કોઇ બીજા સાથે એન્જોઇ કરી રહી છે?

 
 
 
View this post on Instagram

A post shared by Dhanashree Verma (@dhanashree9)

એક તું જ છે જે પોતાના પતિને છોડીને દરેક ક્રિકેટર સાથે હેંગઆઉટ કરે છે, પોતાની પ્રતિષ્ઠા બનાવી રાખ.’ iem_innocentએ લખ્યું કે, ‘તું દરેક વખત ચહલને ઇગ્નોર શા માટે કરે છે.’ deejay_sam_samએ લખ્યું કે, ‘ચહલથી દુઃખી વ્યક્તિ કોઇ નથી આ દુનિયામાં.’ rakhimalik1312એ લખ્યું કે, ‘તું જીવનનો સંપૂર્ણ આનંદ લે છે. તું હંમેશાં રોકસ્ટાર રહે. એ જ મારું માનવું છે.’ botkushu16એ લખ્યું કે, ‘માનવું પડશે ચહલ ભાઇ, તારાથી સારો ડાન્સ કરે છે.’

આ અગાઉ શ્રેયસ ઐય્યર સાથે ધનશ્રી વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે શ્રેયસ ઐય્યર સાથે ડાન્સ કરતી નજરે પડી રહી હતી. ત્યારે લોકોએ શ્રેયસ ઐય્યર અને ધનશ્રી વચ્ચે અફેરના સમાચારોને ખૂબ હવા આપી હતી. વર્ષ 2022માં સમાચાર આવ્યા હતા કે, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.

ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંનેએ એવા સમાચારોનું ખંડન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલ અત્યારે ભલે ક્રિકેટથી દૂર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતો નજરે પડશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.