150 કરોડના ઘરમાં ધનુષે માતા-પિતા સાથે કર્યો ગૃહપ્રવેશ

PC: bollywoodshaadis.com

સાઉથ સુપરસ્ટાર ધનુષે પોતાના માતા-પિતા માટે ચેન્નાઇમાં એક બંગ્લો ખરીદ્યો છે. તેણે ચેન્નાઇના પોએસ ગાર્ડનનું આ ઘર પોતાના માતા-પિતાને ગિફ્ટમાં આપ્યું છે. મહાશિવરાત્રિના પવન પર્વના અવસર પર ધનુષે આ નવા ઘરનો ગૃહ પ્રવેશ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ ધનુષના આ આલીશાન બંગ્લાની કિંમત કરોડોમાં છે. ધનુષના ફેન પેજે ગૃહ પ્રવેશ સેરેમનીની ઘણી તસવીર શેર કરી છે.

શેર કરવામાં આવેલી તસવીરોમાં ધનુષ બ્લૂ કુર્તા અને વ્હાઇટ પાઇજામામાં નજરે પડી રહ્યો છે. તો તેનાપિતાએ બ્લૂ શર્ટ અને ક્રીમ કલરનું મુંડૂ (પારંપરિક પોશાક) પહેર્યો છે. ધનુષની માતાએ બ્લૂ અને પિન્ક સાડી કેરી કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધનુષના આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. ડિરેક્ટર સુબ્રમણ્યમ શિવાએ ધનુષના આ નવા ઘરની તસવીરો શેર કરતા તેને શુભેચ્છા પાઠવી છે.

પોસ્ટમાં સુબ્રમણ્યમ શિવાએ લખ્યું કે, મારા નાના ભાઇ ધનુષનું નવું ઘર મને મંદિર જેવો અનુભવ આપી રહ્યું છે. તેણે પોતાના માતા-પિતાને સ્વર્ગ જેવુ ઘર આ જીવનમાં આપ્યું છે. ધનુષ તને જીવનમાં ઉપલબ્ધિઓ અને સફળતાઓ મળે. તું યુવા પેઢી માટે પ્રેરણા બન્યો.’ ધનુષના ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. તસવીરોમાં તે પોતાના માતા-પિતા સાથે ખૂબ ખુશ નજરે પડી રહ્યો છે. લાંબી દાઢીમાં તેનો લુક ખૂબ અલગ દેખાઇ રહ્યો છે.

રિપોર્ટ્સ મુજબ ધનુષે વર્ષ 2021માં પોતાની પૂર્વ પત્ની ઐશ્વર્યા સાથે ચેન્નાઇના પોએસ ગાર્ડનમાં આ ઘર માટે ભૂમિ પૂજન કર્યું હતું. ફેબ્રુઆરી 2021માં આ સમારોહમાં ઐશ્વર્યાના પિતા એક્ટર રજનીકાંત અને માતા લતા પણ સામેલ થયા હતા. વર્ષ 2004માં લગ્નના બંધનમાં બંધાયેલા ધનુષ અને ઐશ્વર્યાએ વર્ષ 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેના બે બાળકો યાત્રા અને લિંગા છે.

ધનુષના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ગયા અઠવાડિયે જ તેની લેટેસ્ટ તામિલ ફિલ્મ ‘વાથી’ રીલીઝ થઇ છે અને 'કેપ્ટન મિલર' માટે અરુણ મધેશ્વર સાથે શૂટિંગમાં કરી રહ્યો છે. ધનુષ સિવાય આ ફિલ્મમાં પ્રિયંકા, અરુલ મોહન અને શિવ રાજકુમાર મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, હજુ આ ફિલ્મનું ટાઇટલ પણ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ધનુષે ડિરેક્ટર શેખર કમ્મુલ્લા સાથે પોતાની આગામી ફિલ્મ પણ સાઇન કરી છે, જેની શૂટિંગ ગયા વર્ષે શરૂ થઇ ગઇ હતી. એ સિવાય તે જલદી જ પોતાના આગામી ડિરેક્શન માટે કામ શરૂ કરશે, જેને હાલમાં ‘D 50’ કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp