- Entertainment
- શિંદે સરકારના મંત્રી- માછલી ખાવાથી મહિલાઓ ચીકની દેખાવા લાગે છે, એશ્વર્યા પણ...
શિંદે સરકારના મંત્રી- માછલી ખાવાથી મહિલાઓ ચીકની દેખાવા લાગે છે, એશ્વર્યા પણ...
મહારાષ્ટ્રના એકનાથ શિંદે સરકારમાં આદિવાસી મામલાઓના મંત્રી વિજયકુમાર ગાવિત એક નિવેદનને લઇ ચર્ચામાં આવી ગયા છે. તેમણે કહ્યું કે, માછલી ખાવાના કારણે જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાયની આંખો અને ત્વચા સુંદર દેખાય છે. ભાષણ દરમિયાન મંત્રી ગાવિતે માછલી ખાવાના ફાયદા જણાવતા આ વાત કહી.
ધુલે જિલ્લાના અંતુરલીમાં આદિવાસી માછીમારોને માછલી પકડવાની સામગ્રીનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મંત્રી ગાવિત ત્યાં ઉપસ્થિત માછીમારોને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રી ગાવિતે કહ્યું કે, શું તમે એશ્વર્યા રાયની આંખો જોઇ છે? બેંગલોરમાં સમુદ્ર કિનારે રહેનારી અભિનેત્રી એશ્વર્યા રાયની આંખો એ કારણે આટલી સુંદર અને ચમકતી દેખાઇ છે કારણ કે તે રોજ માછલી ખાય છે.

શિંદે સરકારના મંત્રી આગળ કહે છે, માછલી ખાવાથી મહિલાઓ અને પુરુષો ચિકના દેખાવા લાગે છે. તેમની આંખો ચમકતી લાગે છે. કોઈપણ જોઇ લે તો લોકો કાયલ થઇ જાય છે. મંત્રી કહે છે, માછલીમાં એક પ્રકારનું તેલ હોય છે. એ તેલથી જ આંખો ચમકતી અને શરીરની ત્વચા સારી લાગે છે. સાથે જ ગાવિતે માછલી પકડવાના ફાયદા વિશે પણ વાત કરી.
વિજયકુમાર ગાવિતે ભાષણમાં કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વન સંસાધનો મોટી માત્રામાં છે. ઘણી મહિલાઓ આનો ઉપયોગ કરી પ્રસંસ્કરણ ઉદ્યોગમાં આગળ આવી રહી છે. શબર જનજાતીય વિત્ત અને વિકાસ નિગમ આ ઉદ્યોગો માટે જરૂરી નાણાકીય સહાર પૂરી પાડી રહ્યા છે. શબરી આદિવાસી ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આદિવાસી ભાઈઓને વ્યવસાય કઇ રીતે ઉપલબ્ધ કરાવી શકાય અને તેમને આર્થિક રીતે સશક્ત કેવી રીતે બનાવી શકાય એ દિશામાં કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં આદિવાસી ભાઈ આ ઉદ્યોગથી બનેલી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે સરકારી સ્તરે પ્રયાસ કરશે.

આ અવસરે સાંસદ હિના ગાવિત, જિલ્લા પરિષદ સભ્ય અરુણ ઠાકરે, ગુલાબ ઠાકરે, કિશોર નાયક, ગુલાલ ભીલ, ગ્રામ પંચાયત સભ્ય રેખા ઠાકરે, પ્રવીણ શિરસથ, દશરથ ઠાકરે, સદાશિવ મિસ્ત્રી, વિઠ્લ મોરે, અશોક મોરે, ભોજૂ મોરે, દિલવર માચલે, સાગર ભીલ, દશરથ ભીલ અને શહાદા તાલુકાના માછીમારો ઉપસ્થિત હતા.

