45 દિવસ સુધી રૂમમાંથી બહાર નીકળ્યો ન હતો, દીકરાએ કરી ઈરફાનના મૃત્યુ પછીની વાત
7 જાન્યુઆરી, આ દિવસ કેવી રીતે કોઈને યાદ ન હોય, જો ઈરફાન ખાન આજે આપણી વચ્ચે હોતે તો તે 56 વર્ષનો થઈ ગયો હોતે. આપણી વચ્ચે હસતાં જોવા મળતે. પરંતુ અફસોસ તે હવે આપણી વચ્ચે નથી. આજે તેની બર્થ એનિવર્સરી પર લોકો તેને પોતાની દુઆમાં યાદ કરી રહ્યા છે. આ વચ્ચે ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને પણ એક કિસ્સો યાદ કરી પિતાને યાદ કર્યા છે.
બાબિલ ખાને પોતાનું એક્ટિંગ ડેબ્યૂ વર્ષ 2022માં ફિલ્મ 'કાલા'થી કર્યું હતું. ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી આ ફિલ્મમાં બાબિલે એક પ્રોમિસિંગ સિંગરનો રોલ અદા કર્યો હતો. પિતા ઈરફાનના 2020માં જતા રહેવા પછીથી જ બાબિલે તેમની લેગસીને આગળ લઈ જવાનું પોતાને વચન આપ્યું હતું. એક્ટિંગ ફિલ્ડમાં આગળ આવવાનો નિર્ણય લીધો હતો. કાલાના પ્રમોશન દરમિયાન બાબિલે આપેલા એક ઈન્ટરવ્યુમાં વાત કરતા તેણે કહ્યું હતું કે, જ્યારે ઈરફાન ખાનનું મૃત્યુ થયું હતું, તો તેના એક અઠવાડિયા પછી તેને આ વાતે હિટ કરી હતી.
તેના માટે આ ઘણી મુશ્કેલીની પળ હતી. કદાચ કોઈ તેનું દુખ, દર્દ સમજી શકી રહ્યું ન હતું. જ્યારે આ વાત હિટ થઈ તો તેણે પોતાને 45 દિવસ સુધી રૂમમાં બંધ કરી દીધો હતો. બોલિવુડ બબલ સાથે વાત કરતા બાબિલે કહ્યું હતું કે, જ્યારે અમારી સાથે આ થયું તો અમને વિશ્વાસ જ આવી નહોંતો રહ્યો. જ્યારે એક અઠવાડિયું તેમના વગર વીતી ગયું પછી કંઈ સમજમાં આવ્યું. હું ઘણી ખરાબ સ્થિતિમાં જતો રહ્યો હતો. હું આ દરમિયાન પોતાને 45 દિવસ સુધી રૂમમાં બંધ કરી દીધો હતો.
પિતા ઈરફાનની કમીમાંથી કંઈ રીતે બહાર નીકળી શકીએ. આ સવાલનો જવાબ આપતા બાબિલે કહ્યું હતું કે ઘણી વખત પપ્પા લાંબા શૂટ્સ માટે બહાર જતા હતા. ઘણા દિવસો પછી ઘરે પાછા ફરતા હતા. તેવામાં મેં પોતાને સમજાવ્યું કે તેઓ એક દિવસ પોતાના શૂટ પરથી પાછા આવી જશે. ધીરે ધીરે મહેસૂસ થવા લાગ્યું કે આ શૂટ તેમનું અગણિત દિવસો માટે શિડ્યુલ થઈ ગયું છે. તેઓ આવવાના નથી. મેં પોતાના બેસ્ટ ફ્રેન્ડને ગુમાવ્યા છે. હું એટલો તૂટી ચૂક્યો હતો કે તે ફિલીંગને શબ્દોમાં શેર કરી શકું તેમ નથી. જોકે પપ્પાની આપેલી મેમરીઝ મને પોઝીટીવ વાઈબ્સ આપે છે. બસ તેમના જ સહારાથી અમે લાઈફમાં આગળ વધી રહ્યા છે.
બાબિલ ટૂંક સમયમાં વેબ સીરિઝ 'ધ રેલવે મેન'માં જોવા મળવાનો છે. આ વેબ સીરિઝ ભોપાલ ગેસ કાંડ પર આધારિત છે. શિવ રવૈલ તેનું નિર્દેશન કરી રહ્યા છે. વેબ સીરિઝમાં કેકે મેનન, દિવ્યેંદુ અને માધવન પણ લીડ રોલમાં જોવા મળવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp