રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ‘આદિપુરુષ’ પર બોલ્યા

PC: ottplay.com

દીપિકાને આજે પણ સમગ્ર દેશમાં સીતા માતા માનવામાં આવે છે. એક્ટ્રેસને હજુ પણ એવો જ પ્રેમ અને સન્માન મળે છે જે તેમને રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવવા દરમિયાન મળ્યો હતો. ‘આદિપુરુષ’ની રીલિઝ સાથે, નેટિઝન્સે તેની સરખામણી મહાકાવ્ય ગાથા સાથે કરી અને ખુલાસો કર્યો કે કઇ રીતે ફિલ્મે હનુમાન અને રાવણના ડાયલોગ્સ માટે ટપોરી ભાષાનો ઉપયોગ કરીને ધર્મની મજાક ઉડાવી. હવે દીપિકા ચિખલિયાએ મીડિયા સાથે વાતચીત કરી અને રામાયણ વિશે ઘણુ બધુ જણાવ્યું.

દીપિકા ચિખલિયાએ કહ્યું, સીતાજીની ખૂબ જ ઇમોશનલ જર્ની છે. જ્યારે પણ કોઈ સીતાજી બોલે છે, તો હું કોઈ અન્યને જોઈ જ નથી શકતી. ક્યારેક-ક્યારેક હું પોતે પોતાને જ જોઉં છું. રામાયણ પર ફિલ્મો અને સીરિયલ બનાવવાને બદલે તેને સ્કૂલોમાં વિષયની જેમ ભણાવો. રામ એક એવુ વ્યક્તિત્વ છે, જે 14 વર્ષો માટે વનવાસ ચાલ્યા ગયા પરંતુ, કૈકેયી વિશે તેમણે ક્યારેય ખરાબ વાત નથી કહી. રાવણમાં કેટલા અવગુણો હતા પરંતુ, સદગુણ પણ હતા. આ સ્ટોરી બતાવો, જો બતાવવી જ હોય તો. જે રામાયણ રામાનંદ સાગરે બનાવી છે, તેમા તેમણે કોઈ છેડછાડ નથી કરી. એવુ નથી કે રામાયણ ત્યારબાદ નથી બની. તેના 10 વર્ષ બાદ જ રામાયણ બની હતી પરંતુ, તે એ મુકામને હાંસલ ના કરી શકી. તમારી પાસે કન્ટેન્ટ નથી? તો આના પર શા માટે બનાવી રહ્યા છે. વારંવાર તેના પર જ દરેક વ્યક્તિ શા માટે બનાવી રહી છે.

તેમણે આગળ કહ્યું, તમે આ ખોટું કરી રહ્યા છો. આ ધરોહર છે, જેને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. જો કોઈ 8-10 વર્ષનું બાળક આ જોઈ લે, તો તેને તો એવુ જ લાગશે કે આ જ રામાયણ છે. તો આવુ બનાવો જ નહીં. તમે ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીને જ્ઞાન આપી રહ્યા છો, તો આવુ ના કરો. બધુ જ અલગ કરવા માંગો છો અને તે ચક્કરમાં કંઈક બીજું જ આવી જાય છે. બતાવવુ હોય તો ચોપાઇઓ બતાવો, રામાયણ નહીં.

આ પહેલા દીપિકા ચિખલિયાએ ઇન્ટાગ્રામ પર સીતા માતાના પોતાના કેરેક્ટરને રીક્રિએટ કરતા એક રીલ શેર કરી અને લખ્યું, આ પોસ્ટ જનતાની માંગ પર છે. હું પોતાની ભૂમિકા માટે હંમેશાં મળેલા પ્રેમ માટે આભારી છું. હું સીતાજીના રોલ કરતા વધુ બીજું કંઈ જ ના મેળવી શકું.

યુઝર્સ રીલને જોઈને ખુશ થઈ ગયા અને તમામે પ્રેમભર્યા કમેન્ટ્સ કર્યા. એક યુઝરે લખ્યું, તમારી આ એક રીલ છે... શું કહું. એકે કહ્યું, આખી ‘આદિપુરુષ’ ફિલ્મ પર તમે ભારે પડી ગયા છે. તેમજ અન્ય એક યુઝરે સીતાજીના કેરેક્ટર માટે તેમને અપૂરણીય ગણાવ્યા, કોઈપણ તમને સીતાજીની ભૂમિકામાંથી રિપ્લેસ ના કરી શકે. એકે લખ્યું, મનમાં જ્યારે પણ સીતાનું રૂપ આવે છે, તેમા માત્ર તમે જ આવો છો, હંમેશાં આદર, જય શ્રી રામ. 

View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

જ્યારે ફિલ્મ ‘આદિપુરુષ’નું પ્રીમિયર થિયેટર્સમાં થયુ, ફેન્સે ઘણા એવા કારણોથી તેની સરખામણી રામાનંદ સાગરની રામાયણ સાથે કરી. લોકોએ રામાયણને થિયેટર્સમાં ફરીથી ચલાવવા માટે કહ્યું, યુઝરે લખ્યું, દૂરદર્શને તાત્કાલિક રામાનંદ સાગરજીના રામાયણને #AadiPurush નામના મહાકાવ્ય આપદાથી બચાવો. નેશનલ ડિટોક્સ પર તેને ફરીથી કરવી જોઈએ. એક યુઝરે કન્ટેન્ટની ગુણવત્તા અને VFXની સરખામણી કરી અને કહ્યું, આદિપુરુષમાં આજનું VFX રામાનંદ સાગરના VFX સાથે મેચ ના થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp