ફિલ્મ ધ કેરળ સ્ટોરીનો વિવાદ આખરે શું છે, મેકર્સે આપ્યું નિવેદન

‘ધ કેરળ સ્ટોરી’ પર વિવાદ વધતો જઈ રહ્યો છે. 4 દિવસ અગાઉ આ ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું કે પહેલા કેરળથી કથિત રૂપે 32 હજાર છોકરીઓ ગાયબ થાય છે, પછી તેઓ ઇસ્લામ ધર્મ કબૂલ કરે છે અને આતંકી સંગઠન ISISમાં જોડાઈ જાય છે. જ્યારે આ ટ્રેલર સામે આવ્યું ત્યારથી કેરળ અને કેરળના રહેનારા મુસ્લિમો સવાલોના ઘેરામાં આવી ગયા છે. આ જ કારણ છે કે રાજનીતિ અને સમાજ બે પક્ષમાં વહેચાઇ ગયા છે. એક પક્ષ આ ફિલ્મને પ્રોપગેન્ડા કહીને ફગાવી રહ્યો છે.

તો બીજો પક્ષ તેને કેરળની જમીની હકીકત બતાવી રહ્યો છે, જેના પર અત્યાર સુધી ખૂલીને વાત થઈ નથી. આ આખા વિવાદ વચ્ચે હવે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર અને નિર્માતાનું નિવેદન સામે આવ્યું છે. વિવાદ વચ્ચે ફિલ્મના ડિરેક્ટર, નિર્માતા અને એક્ટરે ફિલ્મનું સમર્થન કરતા એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ આતંકવાદીઓ પર કેન્દ્રિત છે, મુસ્લિમો પર નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આખી ફિલ્મમાં કેરળ રાજ્ય વિરુદ્ધ કશું દેખાડવામાં આવ્યું નથી.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેને કહ્યું કે, ‘મેં મહિનાઓની શોધ બાદ આ ફિલ્મ બનાવી છે. પહેલા તો કોઈ પણ નિર્માતા આ ફિલ્મનું સમર્થન કરવા માગતા નહોતા. પછી વિપુલ શાહ તૈયાર થયા.’ તો ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, ‘કેરળ રાજ્ય વિરુદ્ધ કશું જ દેખાડવામાં આવ્યું નથી, ન તો ફિલ્મમાં કંઈ અપમાનજનક કહેવામાં આવ્યું છે. ફિલ્મ આતંકવાદીઓ પર આધારિત છે, ન કે મુસ્લિમો પર. કેરળના મુખ્યમંત્રીએ આ ફિલ્મ જોવી જોઈએ.

ફિલ્મ પર થઈ રહેવા વિવાદ પર કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ નિવેદન અપાયું હતું. તેમણે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો એજન્ડા બતાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘એવી ફિલ્મ બનાવનાર લવ-જિહાદનો મુદ્દો ઉઠાવીને રાજ્યમાં ધાર્મિક ઉન્માદને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને સંઘ પરિવારના એજન્ડાને આગળ વધારી રહી છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’માં 32 હજાર હિન્દુ અને ઈસાઈ મહિલાઓની કહાની દેખાડવામાં આવી છે.

એ છોકરીઓની કહાની જેમણે પહેલા ઇસ્લામ કબૂલ કર્યો અને પછી આતંકી સંગઠન ISIS સાથે જોડાઈ. એટલું જ નહીં ઈરાક અને સીરિયા જઈને ISIS માટે કામ પણ કર્યું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 5 મેના રોજ રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.