
બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી તેના ચેટ શોમાં તેના અંગત જીવનને લઈને ઘણા ખુલાસા કરી ચૂકી છે. ત્યારે હવે, મલાઈકા અરોરાએ હાલમાં જ તમામ પતિઓને એવી સલાહ આપી છે કે તેનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. મલાઈકા અરોરાએ આ વાત યંગ ઈન્ડિયન્સની સાતમી નેશનલ સમિટ 'ટેક પ્રાઈઝ 2023'માં કહી છે. આ સાથે જ અભિનેત્રીએ પોતાના અંગત જીવનને લઈને પણ એવું નિવેદન આપ્યું છે કે, તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ ઈવેન્ટ દરમિયાન મલાઈકા અરોરાએ દિલ ખોલીને વાત કરી હતી. અભિનેત્રીએ આ ઈવેન્ટમાં કહ્યું, હું મારા જીવનમાં યોગ્ય માણસને ઘણું મહત્ત્વ આપું છું. હું સારી મહિલા છું અને મને યોગ્ય વ્યક્તિ મળી છે.
View this post on Instagram
આ સાથે જ મલાઈકા અરોરાએ આ કાર્યક્રમમાં હાજર તમામ પતિઓને એવી વાત કહી કે, તેનું એ નિવેદન જોત જોતામાં જ ચર્ચામાં આવી ગયું. મલાઈકા અરોરાએ તમામ પુરુષોને કહ્યું, હું અહીં હાજર તમામ પુરુષોને કહેવા માંગુ છું કે, તમારી જો પત્ની અહીં છે અથવા પછી ઘરે તમારી રાહ જોઈ રહી છે તો તમે તેની પાસે જાવ. તેને સંપૂર્ણ સન્માન આપો. આવું એટલા માટે કારણ કે, તેનું તમારા જીવનમાં ઘણું મહત્ત્વ છે. એક ખુશ મહિલા અને પત્ની તમને તમારી આસપાસની સ્થિતિને વધુ સારી બનાવવામાં તમારી મદદ કરે છે.
View this post on Instagram
મલાઈકા અરોરા અરબાઝ ખાનને ઘણા વર્ષ પહેલા ડિવોર્સ આપી ચૂકી છે. ડિવોર્સ પછી અભિનેત્રી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અહીં સુધી કે, થોડા થોડા દિવસે અભિનેત્રી અર્જુન કપૂરની સાથે કોઈને કોઈ પાર્ટીમાં અથવા કોઈને કોઈ ઇવેન્ટમાં જોવા મળે છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂર આ બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp