ડ્રીમગર્લ-2માં ઓછો સ્ક્રીન ટાઇમ મળવા પર પરેશ રાવલે જે કહ્યું તે વાંચી તમને..

PC: hindustantimes.com

પરેશ રાવલ લાંબા સમય પછી ફરી એકવાર મોટા પરદે દર્શકોનું મનોરંજન કરતા જોવા મળ્યા. ફિલ્મ ડ્રીમગર્લ 2માં તેમની કોમેડી ટાઇમિંગ અને જબરદસ્ત એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી. ફિલ્મની સફળતાની વચ્ચે પરેશ રાવલે કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે આ ફિલ્મમાં તેને વધારે સ્ક્રીન ટાઇમ મળવો જોઇતો હતો.

પરેશ રાવલે કહ્યું કે, કોમેડીમાં સારી સ્ક્રિપ્ટ મળવી મુશ્કેલ હોય છે અને આ ફિલ્મ આવી જ હતી. અભિનેતાની ઇચ્છા હતી કે તેઓ સ્ક્રીન પર વધારે સમય નજર આવે, પણ આયુષ્માન ખુરાના જેવો તેમનો રોલ લાંબો નહોતો.

શું બોલ્યા પરેશ રાવલ

એક ઈન્ટરવ્યૂમાં પરેશ રાવલે કહ્યું કે, ડ્રીમગર્લ 2માં મારો રોલ સારો છે. પણ આયુષ્માન જેટલો મોટો નથી પણ આ સારું પાત્ર છે. ક્યારેક-ક્યારેક એક ખરાબ ફિલ્મમાં તમારી પાસે ઓછો સ્ક્રીન ટાઇમ હોય છે, તો એ ખૂબ જ સારુ હોય છે. પણ જ્યારે તમારી પાસે ડ્રીમગર્લ-2 જેવા વિષય આધારિત ફિલ્મ હોય. રાજ શાંડિલ્ય જેવો ડિરેક્ટર હોય અને આયુષ્માન જેવો કલાકાર હોય તો તમે ફિલ્મમાં લાંબો સ્ક્રીન ટાઇમ લેવાનું પસંદ કરશો.

બધા કલાકારો લાલચી હોય છે

પરેશ રાવલે આગળ કહ્યું કે, મુદ્દો એ છે કે જ્યારે કોમેડીની વાત આવે છે તો તમને મોટેભાગે સારી સ્ક્રીપ્ટ મળતી નથી. આ વાત મુશ્કેલ છે. માટે આવી સ્થિતિમાં તમે એક સારી કોમેડી ફિલ્મમાં મોટો રોલ ભજવવા માગશો. અન્ય કલાકારોની જેમ હું પણ સારું પ્રદર્શન કરવા માગુ છું અને મોટો રોલ ઈચ્છું છું. આખરે બધાં કલાકારો લાલચી હોય છે.

રાજ શાંડિલ્યના ડિરેક્શનમાં બનેલી ડ્રીમગર્લ-2નું પ્રોડક્શન એકતા કપૂર અને શોભા કપૂરે સાથે મળી કર્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. સાથે જ ફિલ્મમાં અનન્યા પાંડે, રાજપાલ યાદવ, વિજય રાજ, મનજોત સિંહ, સીમા પાહવા, અભિષેક બેનર્જી, મનોજ જોશી અને અન્નૂ કપૂર જેવા માહેલ કલાકારો પણ સામેલ છે.

ખેર, ફિલ્મની આ સીક્વલને પહેલા પાર્ટ જેવો પ્રતિસાદ મળ્યો નથી. આ ફિલ્મ જ્યારે રીલિઝ થઇ ત્યારે બોક્સઓફિસ પર પહેલાથી જ ગદર-2 અને OMG 2 જેવી ફિલ્મો ચાલી રહી હતી. આ બંને ફિલ્મોએ આયુ્ષ્માનની આ ફિલ્મની કમાણી તોડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp