26th January selfie contest

આદિત્ય-અપર્ણાના લગ્નમાં બોલાવ્યા વગર પહોંચ્યો ખાલિદ, વીડિયો વાયરલ

PC: aajtak.in

દુબઈનો રહેનારો એક જાણીતો યુટ્યૂબર આમંત્રણ વગર ઈન્ડિયામાં એક લગ્નમાં સામેલ થયો હતો. તેણે જાતે તેનો વીડિયો શેર કર્યો છે. જે યુટ્યૂબ પર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. લગ્ન વખતે તે કેરળમાં હતો. તેણે વીડિયોની શરૂઆતમાં કહ્યું છે કે તેને લગ્નનું આમંત્રણ મળ્યું નથી. પરંતુ તે આદિત્ય અને અપર્ણાના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યો છે. અજાણ્યા વ્યક્તિના લગ્નમાં સામેલ થનારા દુબઈના આ વ્યક્તિનું નામ ખાલિદ અલ અમેરી છે.

તે લગ્ન સમારોહ માટે હોલમાં પહોંચ્યો હતો અને તેણે દુલ્હા- દુલ્હનને એકબીજાને રીંગ પહેરાવતા જોયા હતા અને પછી જયમાળા થઈ હતી. જેના પછી વરરાજા અને દુલ્હન અને તેમના પરિવારના લોકો સાથે ફોટો પડાવવા માટે પોતે પણ સ્ટેજ પર ચઢી ગયો હતો. ખાલિદે સ્ટેજના બેક સાઈડમાં હાજર એક છોકરીને પૂછ્યું હતું કે, શું કેરળમાં લોકો બીજાના લગ્નમાં આમંત્રણ વગર સામેલ થાય છે. તેની પર છોકરી જવાબ આપે છે કે- અહીં આ ઘણું કોમન છે. તમે લગ્નમાં એકલા એવા નથી જે આમંત્રણ વગર આવી ગયા છો. આથી આ વાતનું ટેન્શન નહીં લો.

ખાલિદે ફેમિલી ફોટોમાં સામેલ થવાની કોશિશ કરી પરંતુ તેમાં અસફળ રહ્યો હતો. સ્ટેજ પરથી ઉતર્યા પછી તેણે દુલ્હનની માતા સાથે વાત કરી. ખાલિદે તેમને પુછ્યું કે, છોકરીના લગ્ન જોઈને તેમને શું તેમના લગ્નની યાદ આવી છે. તો જવાબમાં દુલ્હનની માતા હા પાડે છે. ખાસ કરીને આજે સવારે જ્યારેએક અનુષ્ઠાન દરમિયાનમાં મારી છોકરીએ મારા લગ્નના કપડાં પહેર્યા હતા. માતા સાથે વાત કર્યા પછી ખલિદ ખાવા માટે પહોંચે છે.

ખાવામાં કેરળની પારંપારિક ભોજન થાળ લગાવવામાં આવ્યો હતો. જેની મજા ખાલિદે માણી. તેના પછી તે વરરાજા- દુલ્હનને મળવા માટે પહોંચ્યો હતો. દુલ્હને તેને ઓળખી લીધો. ખાલિદે બંનેને શુભેચ્છા પાઠવી હતી. ખાલિદ તે બંને માટે ગિફ્ટ પણ લાવ્યો હતો. ખાલિદે ગિફ્ટમાં વરરાજાને ધોતી અને દુલ્હનને સાડી આપી હતી. ખાલિદ અલ અમેરી એક ઘણો જાણીતો યુટ્યૂબર છે. તેના આશરે 18 લાખ સબસ્ક્રાઈબર્સ છે અને ઈન્સ્ટાગ્રામમાં 23 લાખ ફોલોઅર્સ છે. ખાલિદ મોટાભાગના વીડિયો તેની વાઈફ સાથેના મુકે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp