26th January selfie contest

શીઝાનની બહેને અંકલ સાથે જોડ્યો તુનિષાની માતાનો સંબંધ, પરિવારે આપી આ પ્રતિક્રિયા

PC: indiatvnews.com

મુંબઈમાં TV એક્ટ્રેસ તુનિષા શર્માના મોતના મામલામાં સોમવારના રોજ શીઝાન ખાનના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને મોટા દાવાઓ કર્યા છે. શીઝાનની બહેનોએ તુનિષાની માતાનો સંજીવ કૌશલ નામના વ્યક્તિ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. હવે તુનિશાના પરિવાર તરફથી આ વિશે જવાબ આવ્યો છે. ત્યારે આ બાબતે સંજીવ કૌશલે શું કહ્યું, આવો જાણીએ...

સંજીવ કૌશલે લગાવવામાં આવેલા આરોપો પર કહ્યું કે, અમે એક દિવસ પહેલા જ મુંબઈથી ચંદીગઢ પરત ફર્યા છીએ. અહીં તુનિષાના મામાએ ગત દિવસો દરમિયાન તેની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. અહીં ગઈ કાલથી સતત પરિવારના સભ્યો અમને મળવા આવી રહ્યા છે. તુનિષાની કાર અને પાલતું પ્રાણી બધુ આજે જ અહીં પહોંચ્યુ છે. અમે આ બાબતોમાં જ ઉલજી ગયા છીએ, આથી અત્યાર સુધી મેં તેમના આરોપો પર ધ્યાન નથી આપ્યું. તુનિષાની માતાની તબિયત પણ સારી નથી અને હું પોતે ડાયાબિટીસનો દર્દી છું.

તેણે આગળ કહ્યું કે, મને ફરક નથી પડતો કે, લોકો કેવા આરોપો લગાવી રહ્યા છે. હાલમાં મારી પ્રાથમિકતા એ જ છે કે, મારી આસપાસ જેટલા લોકો છે, તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપું અને આ પીડામાંથી બધાને બહાર કાઢી શકું. રહી વાત તુનિષાના સાવકા પિતા હોવાના આરોપની તો હું તો એમ જ કહીશ કે હું સાવકો પિતા નથી, પરંતુ મારી દિકરી હતી તે. ખરેખર તુનિષા હતી જ એટલી પ્યારી કે, દરેક પિતાની ઈચ્છા હશે કે તેના જેવી દીકરી હોય.

સંજીવ કહે છે કે, ભગવાન કરે, આવી છોકરી દરેકના ઘરે આવે. મેં તેને મારી પોતાની દીકરીની (રિતિકા) જેમ જ પ્રેમ કર્યો છે. મારો પરિવાર તેને પોતાની ઘરની દીકરીની જેમ જ માને છે. અહીં લોકો મારા વિશે સાવકા પિતા, પવનને (મામા) બોયફ્રેન્ડ જેવી ખરાબ વાતો કરી રહ્યા છે. અમે આનો જવાબ પણ આપીશું. તુનિષા માટે આયોજિત પ્રાર્થના-સભા પછી, અમે બધા તેના દરેક આરોપોનો જવાબ આપીશું. જો કાયદાકીય રીતે પણ અમારે જવું પડશે તો તેમાં કોઈ વાંધો નથી. કહેવાય છે ને કે, સત્યને કોઈ આંચ નથી આવતી.. બસ...

અહીં તમને જણાવી દઈએ કે, શીઝાન ખાનની બહેનોએ સોમવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે, તુનિષા શર્માની માતા તેની પાસે જબરદસ્તીથી કામ કરાવતી હતી. તેણે અભિનેત્રીને પાઇ-પાઇ માટે નિર્ભર બનાવી દીધી હતી. તુનિષા તેના ઘરના લોકોથી પરેશાન હતી. એટલું જ નહીં, તેમણે સંજીવ કૌશલને તુનિષાના સાવકા પિતા ગણાવ્યા હતા. શીઝાનની બહેનોના જણાવ્યા મુજબ, તુનિષાની માતાનો સંબંધ સંજીવ સાથે છે. સાથે જે મામા પવન શર્મા મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે તે તુનિષાના સાચા મામા નથી, પરંતુ તેની માતાના માનેલા ભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp